તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ
સોમવારે રાત્રે તુર્કીમાં એક જોરદાર ભૂકંપ આવ્યો હતો.તુર્કીના પશ્ચિમ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી જિલ્લામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાની માહિતી મળી છે. તુર્કીની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ તાત્કાલિક નુકસાનના કોઈ અહેવાલ આપ્યા નથી. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં હતું.
ભૂકંપ ઇસ્તંબુલ, બુર્સા, મનીસા અને ઇઝમીર પ્રાંતોમાં પણ અનુભવાયો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, કોઈ નુકસાન થયું નથી. તુર્કી એક મુખ્ય ફોલ્ટ લાઇનની ટોચ પર આવેલું છે અને વારંવાર ભૂકંપનો ભોગ બને છે.
તુર્કી ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. ગયા ઓગસ્ટમાં, ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં સિંદિરગીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ડઝનેક ઘાયલ થયા હતા. ત્યારથી, આ વિસ્તારમાં સતત નાના આંચકા અનુભવાઈ રહ્યા છે.
