For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હમાસ-ઈઝરાયલ યુદ્ધ પુરુ થવાના એંધાણે શેરબજારમાં જબરી તેજી

11:39 AM Jan 16, 2025 IST | Bhumika
હમાસ ઈઝરાયલ યુદ્ધ પુરુ થવાના એંધાણે શેરબજારમાં જબરી તેજી

Advertisement

ગુરુવારે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ શેરબજારમાં સીધો પવન ફૂંકાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 427.92 પોઇન્ટ વધીને 77,152 અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 132 પોઇન્ટ વધીને 23345 અંકે ખૂલ્યો હતો. મહત્વનું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી છે.
જાપાની બજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું. નિક્કી 0.7 ટકા વધ્યો અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.24 ટકા વધ્યો. દેશના ઉત્પાદક ભાવ સૂચકાંકમાં ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 3.8 ટકાનો વધારો થયો હતો, જે બજારના અંદાજો સાથે સુસંગત હતો.

ઓસ્ટ્રેલિયાનો અજડ 200 ઇન્ડેક્સ 1.38 ટકા વધ્યો. દેશ ડિસેમ્બરના બેરોજગારીના ડેટાના પ્રકાશનની રાહ જોઈ રહ્યો છે, જ્યાં રોઇટર્સના સર્વેક્ષણમાં દર નવેમ્બરના 3.9 ટકાથી વધીને 4 ટકા થવાનો અંદાજ છે. યુએસ બજારોએ રાતોરાત સારો દેખાવ કર્યો. ડાઉ જોન્સ1.65 ટકા, એસ એન્ડ પી 500 1.83 ટકા અને નાસ્ડેક 2.45 ટકા વધ્યા હતા. આ પ્રદર્શન 6 નવેમ્બર પછીનું સૌથી મજબૂત હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement