નવ મહિને સુનીતા વિલિયમ્સને પરત લાવવા અંતરીક્ષયાન રવાના
અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ઈંજજ)થી પૃથ્વી પર પાછા લાવવાનું મિશન શરૂૂ કર્યું છે. સુનીતા અને બૂચ છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. નાસાએ પણ અવકાશયાત્રીઓની વાપસી અંગે નિવેદન જાહેર કર્યું છે.
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર સુરક્ષિત વાપસી માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. તેની સાથે બુચ વિલ્મોર પણ નવ મહિના પછી પૃથ્વી પર પરત ફરશે. બંનેને લાવવા માટે અમેરિકન અવકાશયાન આજે (ભારતીય સમય મુજબ) વહેલી રવાના થયું છે.
અગાઉ એક નિવેદનમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કહ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ 19 માર્ચ પહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થશે.NASA-SpaceX Crew-10 સમય અનુસાર સાંજે 7.03 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. સફળ પ્રક્ષેપણ પછી, સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની અપેક્ષાઓ વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ઈંજજ)થી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની વાપસી ગુરુવારે મોકૂફ રાખવામાં આવી હતી. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી પ્રક્ષેપણના લગભગ એક કલાક પહેલા, ક્રૂ -10 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું હતું. એવું નોંધવામાં આવ્યું હતું કે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મ સાથે હાઇડ્રોલિક સિસ્ટમની સમસ્યાને કારણે પ્રક્ષેપણ રદ કરવામાં આવ્યું હતું.