G-20ની અધ્યક્ષતા અમેરિકાના જુનિયર અધિકારીને સોંપવા દ.આફ્રિકાનો ઈનકાર
દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી જી20 શિખર પરિષદનું યજમાન અને આગામી અધ્યક્ષ વચ્ચે રાજદ્વારી વિવાદ સાથે સમાપન થયું છે. દક્ષિણ આફ્રિકાએ G-20ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયનર સ્તરના અધિકારીનો સોંપવાનો ઈનકાર કરી દીધો છે. યજમાન દેશે જણાવ્યું કે, G-20ની અધ્યક્ષતાનું ઔપચારિક હસ્તાંતરણ બાદમાં કરાશે.
આફ્રિકન દેશ સાથે રાજદ્વારી વિવાદને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આ શિખર પરિષદનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં બે દિવસીય G-20 સમિટના પ્રથમ દિવસે તમામ દેશના વડાઓએ યુએની અવગણના કરીને ઘોષણાપત્રને સર્વાનુમતે પસાર કર્યો હતો.
G-20 2026 સમિટનું આયોજન ફ્લોરિડા સ્થિત ટ્રમ્પ નેશનલ ડોરલ માયામી ગોલ્ફ રિસોર્ટ ખાતે થશે. આ રિસોર્ટ ટ્રમ્પની સંસ્થાની માલિકીનું છે. ટ્રમ્પે દ. આફ્રિકામાં યોજાયેલી G-20- 2025 સમિટનો બહિષ્કાર કર્યા બાદ યુએસએ જૂનિયર અધિકારીને મોકલ્યા હતા. દક્ષિણ આફ્રિકાનું માનવું છે કે અમેરિકાએ આ ઐતિહાસિક સમ્મેલનમાં માત્ર દૂતાવાસના એક જૂનિયર અધિકારીને મોકલીને રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનું અપમાન કર્યું છે. આફ્રિકાના વિદેશ મંત્રી રોનાલ્ડ લામોલાએ જણાવ્યું કે, યુએસ G-20નું સભ્ય છે. જો પ્રતિનિધિત્વ ઈચ્છે છે તો યોગ્ય સ્તરના અધિકારીને મોકલી શકે છે.