For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'ભારતમાં જલ્દી જ કંઈક મોટું થવાનું છે..' હિન્ડેનબર્ગે ફરી આપી મોટી ચેતવણી,અદાણી પછી હવે નિશાના પર કોણ?

10:03 AM Aug 10, 2024 IST | Bhumika
 ભારતમાં જલ્દી જ કંઈક મોટું થવાનું છે    હિન્ડેનબર્ગે ફરી આપી મોટી ચેતવણી અદાણી પછી હવે નિશાના પર કોણ
Advertisement

અદાણી ગ્રૂપને હચમચાવી નાખનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ તો તમને યાદ જ હશે. હવે તેણે બીજી જાહેરાત કરીને ટેન્શન વધાર્યું છે. આજે સવારે શનિવારે સવારે એક્સ પર પોસ્ટ કરતાં અમેરિકન કંપનીએ વધુ એક મોટો ખુલાસો કરવાના સંકેત આપ્યા. પોસ્ટમાં Hindenburg Research એ લખ્યું કે 'ભારતમાં જલ્દી જ કંઇક મોટું થવાનું છે'.

જો કે, હિંડનબર્ગેશું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટને લઈને એવું માનવામાં આવે છે કે હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.

Advertisement

જાન્યુઆરી 2023માં, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના અદાણી જૂથને લક્ષ્યાંક બનાવતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો કારણ કે હિંડનબર્ગે અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રૂપના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અબજોપતિ બન્યા બાદ 36માં સ્થાને સરકી ગયા હતા, કારણ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપ પર રિપોર્ટ આવ્યા બાદ તમામ શેર્સમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારબાદ કંપનીના વેલ્યુએશનમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો. સ્થિતિ એવી હતી કે થોડા દિવસોમાં અદાણી ગ્રૂપનું વેલ્યુએશન 86 અબજ ડોલર ઘટી ગયું હતું. શેરના ભાવમાં થયેલા આ મોટા ઘટાડાથી પાછળથી ગ્રૂપના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડનું મોટા પાયે વેચાણ થયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement