ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં ગેરકાયદે ભારતીયોને શોધવા ગુરૂદ્વારાઓમાં દરોડા: શીખ સંગઠનો નારાજ

05:55 PM Jan 27, 2025 IST | Bhumika
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને દેશનિકાલ કરી દીધા છે. હવે ટ્રમ્પ અધિકારીઓ પણ ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સની શોધમાં ગુરુદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સના સુરક્ષા અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તપાસવા માટે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.

Advertisement

કેટલાક શીખ સંગઠનોએ આની આકરી ટીકા પણ કરી હતી. શીખ સંગઠનોએ આવી કાર્યવાહીને તેમની આસ્થાની પવિત્રતા માટે ખતરો ગણાવી છે. શીખ અલગતાવાદીઓ તેમજ કેટલાક બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ કરતાં હોવાનું માનવામાં આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા કલાકો પછી, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીના કાર્યકારી સેક્રેટરી ઑફ સ્ટેટ બેન્જામિન હફમેને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ઈંઈઊ) અને કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શન(ઈઇઙ)ને એક નિર્દેશ જારી કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્રે કહેવાતા સંવેદનશીલ વિસ્તારોમાં અથવા તેની નજીકના કાયદાના અમલીકરણમાં અવરોધ ઊભો કરતી માર્ગદર્શિકાઓને રદ કરી. જેમાં ગુરુદ્વારા અને ચર્ચ જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે (SALDF) ઇમિગ્રેશન અમલીકરણ ક્રિયાઓ પરના નિયંત્રણોના સંબંધમાં પૂજાના સ્થળો જેવા સંવેદનશીલ વિસ્તારને નિયુક્ત કરતા અગાઉની માર્ગદર્શિકાને રદ કરવાના નિર્દેશ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. SALDF એ જણાવ્યું હતું કે, નીતિમાં આ મુશ્કેલીજનક ફેરફાર સમુદાયના અહેવાલોને અનુસરે છે કે ઉઇંજ અધિકારીઓએ નિર્દેશ જારી કર્યાના થોડા દિવસો પછી જ ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વિસ્તારોમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.

જઅકઉઊઋના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું, અમે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા હટાવવાના અને ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના ગૃહ મંત્રાલયના નિર્ણયથી ખૂબ જ ચિંતિત છીએ.
કિરણ કૌર ગિલે વધુમાં જણાવ્યું હતું કે ગુરુદ્વારા માત્ર પૂજા સ્થાનો નથી, તે મહત્ત્વપૂર્ણ સમુદાય કેન્દ્રો છે જે શીખો અને વ્યાપક સમુદાયને ટેકો, પોષણ અને આધ્યાત્મિક આશ્વાસન પ્રદાન કરે છે. તેમણે કહ્યું, પઆ જગ્યાઓને કાર્યવાહી માટે નિશાન બનાવવાથી આપણી આસ્થાની પવિત્રતા જોખમાય છે અને દેશભરના ઇમિગ્રન્ટ સમુદાયોને ચિંતાજનક સંદેશો મોકલે છે.

Tags :
AmericaAmerica newsillegal IndiansSikh organizationsworldWorld News
Advertisement
Next Article
Advertisement