ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોત

05:24 PM Jun 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગાઝામાં રાશન ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબારમાં 25 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલોએ આરોપ લગાવ્યો છે કે આ ગોળીબાર ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, ઇઝરાયલી સેનાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અર્બન નુસરીત શરણાર્થી શિબિરમાં સ્થિત અવદા હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે વાદી ગાઝાના દક્ષિણમાં સલાહ-એ-દિન રોડ પર પેલેસ્ટિનિયન નાગરિકો રાશન ટ્રકની રાહ જોઈ રહ્યા હતા.

Advertisement

અવદા હોસ્પિટલે અહેવાલ આપ્યો છે કે 146 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 62 લોકોની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. મધ્ય ગાઝાના દેઇર એ બલાહ સ્થિત અલ-અક્સા હોસ્પિટલમાં છ લોકોના મૃતદેહ પહોંચ્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 56 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે મૃત્યુ પામેલા લોકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે. 7 ઓક્ટોબર 2023 ના રોજ થયેલા હુમલા બાદ ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહી શરૂૂ કરી હતી.

Tags :
crimedeathGazaGaza newsworldWorld News
Advertisement
Advertisement