For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં લાંબો સમય રહેશે શેખ હસીના

05:34 PM Aug 10, 2024 IST | Bhumika
ભારતમાં લાંબો સમય રહેશે શેખ હસીના
Advertisement

શેખ હસીનાના રાજીનામા બાદ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડાપ્રધાન બન્યા છે. શેખ હસીના ભારત આવ્યા બાદ અન્ય દેશમાં શરણ લેશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે તેઓ લાંબો સમય ભારતમાં રહી શકે છે તેવી વાત સામે આવી છે.શેખ હસીનાને ભારતમાં એક પ્રવાસી તરીકે ગણવામાં આવશે, શરણાર્થી નહિ.

ઉલ્લેખનીય છે કે નોકરીઓમાં અનામતને લઈને વિદ્યાર્થીઓએ મોટા પાયા પર આંદોલન કર્યા હતા. હિંસાએ ગંભીર રુપ ધારણ કરતાં શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું. પોતાનો દેશ છોડ્યા બાદ શેખ હસીના ભારતમાં જ છે.અમેરિકા દ્વારા શેખ હસીનાના વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. તો બ્રિટેને પણ આડકતરી રીતે નનૈયો ભણી દીધો છે. ત્યારે તેઓ ઞઅઊ અથવા યુરોપીય દેશોમાં જઈ શકે તેવી સંભાવના છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement