અમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકો
અમેરિકા દ્વારા દવા પર 100 ટકા ટેરિફ લાગડવાની જાહેરાતના પગલે ભારતીય શેર બજારમાં આજે પણ વેચવાલીનું જોર જોવા મળ્યુ હતુ આજે ફાર્મા કંપનીના તમામ શેરોમાં ભારે કડાકો બોલી ગયો હતો જેના પગલે શેર બજારમાં સતત પાંચમાં દિવસે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો નોંધાયો હતો. અત્યારે સવારના 10 વાગ્યે સેન્સેકસ 320 પોઇન્ટ અને નિફટી 95 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે.
જયારે નિફટી ફાર્મા 400 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. ફાર્મા કંપનીની વાત કરીએ તો અજંતા ફાર્મા 66 રૂપિયા, આલ્કંમ 86 રૂપિયા, બાયોકોન 10 રૂપિયા ડીવીઝ લંબ 150 રૂપિયા, ગ્લેન માર્ક 40 રૂપિયા લુપીન 26 રૂપિયા, ઝાઇડ્સ, 26 અને સનફાર્મા 32 રૂપિયા નીચે જોવા મળી રહ્યા છે. જયારે વોર્કહાડટ કંપનીનો શેર 6% ઘટયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે નવા ટેરિફનો અમલ 1 ઓકટોબરથી થવાનો છે. ત્યારે આવનારા દિવસોમાં ફાર્મા કંપનીના ભાવ હજૂ નીચે જવાની શકયતા છે.
દરમિયાન આજે ઓટો કંપનીમાં ખરીદારી જોવા મળી હતી. મારૂતિ સુઝૂકીના શેરના ભાવ ઓલ ટાઇમ હાઇ જોવા મળયા હતા. હિરો મોટોકોર્પ તેમજ ટાટા મોટર્સના શેરમાં પણ ખરીદારી જોવા મળી હતી. નિફટી રીયલ્ટીમાં પણ થોડી ખરીદી જોવા મળી હતી. જયારે બાકીના સેક્ટર રેડ ઝોનમાં જોવા મળી રહ્યા હતા. નિફટી મીડકેપ પણ 350 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે.
આજે સોના-ચાંદીમાં માર્કેટમાં ખાસ મુવમેઇન્ટ જોવા મળી ન હતી. સોનામાં 10 ગ્રામે 100 અને ચાંદીમાં પ્રતિ કિલોદીઠ 200 રૂપિયાનો આંશીક વધારો જોવા મળ્યો હતો.