રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાક.ના વડાપ્રધાન બનશે શાહબાઝ શરિફ

11:57 AM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

પાકિસ્તાનમાં આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે યક્ષ પ્રશ્નનો હવે કદાચ જવાબ મળી ગયો છે. ઈસ્લામાબાદથી આવી રહેલી જાણકારી મુજબ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) એ શાહબાજ શરીફને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના અધ્યક્ષ શાહબાજ શરીફને તેમની પાર્ટીએ મંગળવારે મોડી રાતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે.શાહબાજ શરીફ બીજીવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનશે. તેઓ ઈમરાન ખાનની સરકાર પડ્યા બાદ 2022થી 2023 વચ્ચે પીપીપીના સમર્થનથી પીએમ બન્યા હતા.

Advertisement

PML-N ના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે પાર્ટી સુપ્રીમો નવાઝ શરીફએ તેમના નાના ભાઈ શાહબાજ શરીફ (72)ને પ્રધાનમંત્રી પદ માટે તથા પુત્રી મરિયમ નવાઝને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફે PML-N ને (આગામી સરકાર બનાવવામાં) સમર્થન આપનારા રાજકીય પક્ષોનો આભાર માન્યો છે. તથા એવી આશા વ્યક્ત કરી છે કે આવા નિર્ણયોથી પાકિસ્તાન સંકટમાંથી બહાર આવી જશે.

બીજી બાજુ મરિયમ નવાઝ શરીફ પંજાબમાં સીએમ પદ માટે પીએમએલએનના ઉમેદવાર હશે. શાહબાજ શરીફે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મરિયમ નવાઝ પંજાબના પહેલા મહિલા મુખ્યમંત્રી હશે. નવી સરકારની રચનાને લઈને શાહબાજ શરીફે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારી, એમક્યુએમ નેતા ખાલિદ મક્બૂલ સાથે મુલાકાત કરી છે.

જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફને બાદ કરતા પ્રમુખ પાર્ટીઓએ જાહેરાત કરી છે કે તેઓ પીએમએલ-એનના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવાની કોશિશ કરશે. એવું કહેવાય છે કે નવાઝ શરીફ પરિવારની નેગેટિવ ઈમેજ ન બને એટલે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભલે ઈમરાન ખાનના અપક્ષ ઉમેદવારો પોતાના દમ પર બહુમતના આંકડાને ન સ્પર્શી શક્યા હોય પરંતુ તેમના અપક્ષ ઉમેદવારની પ્રચંડ જીત બાદ નવાઝ શરીફ આઘાતમાં તો છે. સમગ્ર પાકિસ્તાનની ચૂંટણીઓમાં સેનાના હસ્તક્ષેપ અને પરિણામોમાં ધાંધલીની ચર્ચા થઈ રહી છે. આવા સમાચારોથી PML-Nની ગુડવિલ વધુ ખરાબ થઈ છે.

Tags :
pakistanpakistan newsPrime Minister of PakistanShahbaz SharifworldWorld News
Advertisement
Next Article
Advertisement