સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના નવા રાજદૂત
મસ્કે એક વખત તેમને સાપ ગણાવ્યા હતા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરને નામાંકિત કર્યા. આ એ જ વ્યક્તિ છે જેના કારણે ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે મસ્કે ટ્રમ્પ વહીવટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ સાથે પડછાયા તરીકે જોવા મળતા એલોન મસ્કે મે મહિનામાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના વડા પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી વિવાદ જાહેર થયો.
જૂન 2025 માં, એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સર્જિયો ગોરને સાપ પણ કહ્યો હતો.
તેમણે આ હુમલો ન્યૂ યોર્ક પોસ્ટના એક અહેવાલના જવાબમાં કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોરે તેમના કાયમી સુરક્ષા મંજૂરી માટે જરૂૂરી સુરક્ષા મંજૂરીના કાગળો પૂર્ણ કર્યા નથી.
કેબિનેટ બેઠકોમાં બંને વચ્ચે મુકાબલો થયો હતો. ધ હિલ રિપોર્ટ અનુસાર, મસ્ક અને ગોર વચ્ચે અનેક પ્રસંગોએ ઉગ્ર દલીલ થઈ હતી, જેમાં કેબિનેટ બેઠકોનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટાફ નિમણૂકો પર મતભેદો પર મસ્કે ગોરને પણ ઠપકો આપ્યો હતો.