For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીરિયામાં ઇઝરાયલી હુમલામાં ઇરાનનો વરિષ્ઠ કમાન્ડર મરાયો

11:22 AM Dec 26, 2023 IST | Sejal barot
સીરિયામાં ઇઝરાયલી હુમલામાં ઇરાનનો વરિષ્ઠ કમાન્ડર મરાયો

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વરિષ્ઠ કમાન્ડર અને સીરિયા અને લેબનોન ઓપરેશન્સના પ્રભારી સૈયદ રેઝા મુસાવી સોમવારે (25 ડિસેમ્બર) સીરિયામાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ અનુસાર, દમાસ્કસના ગ્રામીણ વિસ્તાર સેટ ઝૈનબના વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેના થોડા સમય પછી, સોશિયલ મીડિયા પરના વિડીયોમાં દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ધુમાડાના વાદળ દેખાયા હતા, જે ઇરાન સમર્થિત પ્રોક્સીઓ દ્વારા તેના ઉપયોગને કારણે ઇઝરાયેલ દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવે છે.
ઈરાન સરકારની માલિકીના બ્રોડકાસ્ટર પ્રેસ ટીવીએ મૌસાવીના મૃત્યુની પુષ્ટિ કરી છે. પ્રેસ ટીવીએ મોસાવીને સીરિયામાં વરિષ્ઠ સલાહકાર ગણાવ્યો છે. પ્રેસ ટીવી અનુસાર, મૌસવી પૂર્વ કુદ્સ ફોર્સ ચીફ કાસિમ સુલેમાનીના નજીકના સહયોગી હતા. જાન્યુઆરી 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં કાસિમ માર્યો ગયો હતો.
ઈરાને મૌસવીના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રેસ ટીવીને આપેલા નિવેદનમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું, નિ:શંકપણે, યહૂદી સરકારે આ ગુનાની કિંમત ચૂકવવી પડશે. આ કાર્યવાહી કબજે કરી રહેલા યહૂદી શાસનની હતાશા અને અસમર્થતાની બીજી નિશાની છે, તેમણે કહ્યું.
ઇઝરાયેલ અને ઇઝરાયેલ બંને મધ્ય પૂર્વમાં સ્થિત દેશો છે. ઈરાન ઈસ્લામિક દેશ હોવાના કારણે હમાસનો પક્ષ લે છે. ઈરાને ઈઝરાયેલને અનેક વખત હુમલાની ધમકી આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement