SBIનો ઝટકો, તમામ લોનમાં 10 બિસિસ પોઇન્ટનો વધારો
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી
દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક જઇઈં એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે સતત ત્રીજા મહિને તમામ પ્રકારના લોનના વ્યાજ દરમાં 10 બિસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. આ એલાન બાદ બેંકના હોમ લોન, કાર લોન, અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે.
એસબીઆઈની ત્રણ વર્ષના સમયગાળા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (ખઈકછ) વધીને 9.10% થઈ ગયો છે. જે પહેલા 9% હતો. ઓવરનાઈટ ખઈકછ હવે 8.20% છે જે પહેલા 8.10% હતો. બેંકે જૂન 2024થી અલગ અલગ સમયગાળામાં પોતાના ખઈકછ માં પહેલેથી જ 30 બેસિસ પોઈન્ટ સુધીનો વધાર્યો કર્યો હતો. અત્રે જણાવવાનું કે ખઈકછ એ એવો સૌથી ઓછો વ્યાજ દર છે જેના પર કોઈ પણ બેંક પૈસા ઉધાર આપે છે.
એસબીઆઈ તરફથી ખઈકછ વધારવામાં આવ્યો તે પહેલા બીજી સરકારી બેંકો જેમ કે બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યુકો બેંકે પણ ખઈકછ માં વધારો કર્યો હતો. તેની અસર એ થઈ કે ગ્રાહકો માટે લોન લેવાનું મોંઘુ થયું. બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકના નવા ખઈકછ 12 ઓગસ્ટ 2024થી લાગૂ થયા. જ્યારે યુકો બેંકના નવા ખઈકછ 10 ઓગસ્ટથી લાગૂ થયા.