યુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિત
રશિયા, વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાંનો એક છે. રશિયા ઘણા દેશોમાં તેનું તેલ નિકાસ કરે છે. જોકે, હવે તેલ નિકાસમાં એક સમસ્યા ઊભી થઈ છે. રશિયાએ ગુરુવારે તેલ નિકાસ પર અસ્થાયી રૂૂપે પ્રતિબંધ મૂક્યો છે. ડીઝલ નિકાસ પર પ્રતિબંધ વર્ષના અંત સુધી લાદવામાં આવ્યો છે. તે જ સમયે, ગેસોલિન અને પેટ્રોલ નિકાસ પરના હાલના પ્રતિબંધો ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. રશિયન નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે આ નિર્ણયની જાહેરાત કરી.
રશિયા દ્વારા તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય યુક્રેનિયન ડ્રોન હુમલાથી કેટલીક રિફાઇનરીઓને થયેલા નુકસાન અને ઇંધણ પુરવઠામાં વિક્ષેપને કારણે લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં, યુક્રેને ડ્રોન હુમલામાં રશિયાની તેલ રિફાઇનરીઓને નિશાન બનાવ્યા છે, જેના કારણે આ નુકસાન થયું છે. અગાઉ પણ, યુક્રેને ઘણીવાર રશિયાની તેલ રિફાઇનરીઓ પર હુમલો કર્યો છે.
રશિયાના નાયબ વડા પ્રધાન નોવાકે જણાવ્યું હતું કે રશિયાની તેલ રિફાઇનરીઓ પર યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોમાં થોડી અછત સર્જાઈ છે, પરંતુ આ અછત અનામત તેલ ભંડારમાંથી પૂરી
થઈ રહી છે. નોવાકે ખાતરી આપી હતી કે આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
એવું વિચારવું સ્વાભાવિક છે કે વર્ષના અંત સુધી રશિયા દ્વારા તેલ નિકાસ પર પ્રતિબંધ ભારત પર પણ અસર કરશે, કારણ કે ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. નોવાકે કહ્યું કે દેશના સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રશિયા અને અન્ય દેશો વચ્ચેના સરકારી કરારને અસર કરશે નહીં. આ સ્પષ્ટ કરે છે કે ભારત પર કોઈ અસર થશે નહીં.