રશિયન સેનાનું કાર્ગો વિમાન તૂટી પડ્યું, તમામ 15નાં મોત
- એન્જિનમાં આગ લાગવાથી દુર્ઘટના
રશિયન રક્ષા મંત્રાલયનું કાર્ગો પ્લેન કાલે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. રિપોર્ટ મુજબ, પ્લેનમાં 15 લોકો સવાર હતા અને દુર્ઘટનાના કારણે તમામ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોસ્કોથી ઉત્તર-પૂર્વમાં ઈવાનોવા વિસ્તારમાં થઈ. વિમાને પશ્ચિમ રશિયાના એક એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી જે બાદ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. રશિયાના રક્ષા મંત્રાલય મુજબ, ટેકઓફ દરમિયાન એન્જિનમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના થઈ.
રિપોર્ટ મુજબ, વિમાનમાં ચાલક દળના 8 સભ્ય સહિત 7 લોકો સવાર હતા. રશિયન ઓનલાઈન મીડિયાએ જણાવ્યું કે- આ દુર્ઘટનમાં કોઈ પણ જીવીત નથી બચ્યું.મોસ્કો ટાઈમ્સ દ્વારા ઘટનાને લઈને એક વીડિયો પોસ્ટ કરાયો છે, જેમાં જોઈ શકાય છે કે વિમાનમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વિમાનના એન્જિનમાં આગ લાગી છે અને તે નીચ તરફ પડી રહ્યું છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં જ ધુમાડા ગોટેગોટા ઉડ્યા હતા પરિણામે અંધારું એટલું થઈ ગયું હતું કે થોડો સમય સુધી કંઈ દેખાતું જ ન હતું.