શાંતિમંત્રણાના પરિણામ પહેલાં જ રશિયા સોમવારે યુક્રેન સામે વિજયની ઘોષણા કરશે
રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કહેવાતા વિજયની ઘોષણા કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માહિતી એક ગુપ્તચર અહેવાલમાં પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, રશિયા 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામેના યુદ્ધમાં વિજય જાહેર કરે તેવી શક્યતા છે. કિવ ઇન્ડિપેન્ડન્ટે યુક્રેનિયન લશ્કરી ગુપ્તચર માહિતીને ટાંકીને આ અહેવાલ આપ્યો છે.
24 ફેબ્રુઆરી, 2022 ના રોજ જ ક્રેમલિને 2022 માં કિવ સામે હુમલાની જાહેરાત કરી હતી. 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ આ યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ હશે અને અહેવાલો અનુસાર, રશિયા આ દિવસને તેની વિજય તરીકે રેકોર્ડ કરવા માંગે છે.
ક્રેમલિન આ જાહેરાતને ફક્ત યુક્રેન પર જ નહીં પરંતુ નાટો પર પણ વિજય તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું કે, રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કથિત વિજય 24 ફેબ્રુઆરી 2025 સુધીમાં જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે, જે સંપૂર્ણ યુદ્ધની શરૂૂઆતની ત્રીજી વર્ષગાંઠ છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાઓમાં નાટો પર રશિયાનો વિજય પણ શામેલ હોઈ શકે છે, કારણ કે મોસ્કોના પ્રચારમાં લાંબા સમયથી યુક્રેન સામેના યુદ્ધને જોડાણ સાથેના યુદ્ધ તરીકે વર્ણવવામાં આવ્યું છે.
બીજી તરફ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચે તણાવ વધી રહ્યો છે. ફોક્સ ન્યૂઝને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ઝેલેન્સ્કી પર હુમલો તેજ કર્યો અને કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ મંત્રણામાં ઝેલેન્સકીની હાજરી જરૂૂરી નથી.
ફ્લોરિડાના પામ બીચ ખાતેના તેમના ઘરેથી બોલતા ટ્રમ્પે કહ્યું કે જ્યારે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સારી વાતચીત કરી હતી, ત્યારે યુક્રેન સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાટાઘાટોમાં યુક્રેનની કોઈ મુખ્ય ભૂમિકા નથી, જે સંઘર્ષના નિરાકરણને જટિલ બનાવે છે.
ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ તેમના અગાઉના વલણથી મોટો ફેરફાર દર્શાવે છે. અગાઉ ઝેલેન્સ્કીની ચૂંટણી વિના સરમુખત્યાર તરીકે ટીકા કરતા ટ્રમ્પે હવે કહ્યું કે શાંતિ વાટાઘાટોમાં ઝેલેન્સકીની ભાગીદારી મહત્વપૂર્ણ નથી. તેમના મતે ઝેલેન્સકીની હાજરી શાંતિ મંત્રણાને વધુ મુશ્કેલ બનાવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે યુક્રેન પાસે વાટાઘાટોમાં કોઈ અસરકારક વિકલ્પ નથી, તેમ છતાં તેઓ તેને જટિલ બનાવી રહ્યા છે. નસ્ત્રતેમની પાસે કોઈ વિકલ્પ નથી, પરંતુ તેઓ હજુ પણ સમસ્યાઓ ઊભી કરે છે. અમે આને વધુ સમય સુધી ચાલુ રહેવા દઈશું નહીં.