ઇરાન-ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થતા માટે રશિયા તૈયાર: રાષ્ટ્રપતિ પુતિન
દુનિયા ત્રીજા વિશ્ર્વયુધ્ધ તરફ ધકેલાઇ રહ્યાની ચિંતા પણ વ્યક્ત કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે. આ પરિસ્થિતિ તેમને ચિંતા કરાવે છે. પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત એક આર્થિક કાર્યક્રમમાં આ વાત કહી હતી. પુતિને કહ્યું હતું કે હાલમા દુનિયામાં સંઘર્ષના ઘણા કારણો છે અને તે હવે વધી રહ્યા છે જેના કારણે યુદ્ધ જેવી બાબતો સામે આવી રહી છે તેમણે કહ્યું હતું કે, રશિયા હાલમાં યુક્રેન સામે લડી રહ્યું છે અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ પર જે રીતે હુમલો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે.
રશિયન નિષ્ણાતો તેહરાનમાં બે રિએક્ટરના નિર્માણ કાર્યમાં પણ રોકાયેલા છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જે રીતે સંઘર્ષના કારણો વધી રહ્યા છે તે ચિંતાજનક છે. આ બધું આપણા નાક નીચે થઈ રહ્યું છે, જે આપણા બધાને અસર કરી રહ્યું છે. તેથી આપણે આ પરિસ્થિતિથી વાકેફ રહેવાની જરૂૂર છે, આપણે સાવચેત રહેવાની જરૂૂર છે જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય.
સમસ્યાઓનો સમયસર ઉકેલ શોધવાની જરૂૂર છે જેથી તે એવા તબક્કામાં ન પહોંચે જ્યાં પરિસ્થિતિ વિસ્ફોટક બની જાય અને પછી કોઈ તેને સંભાળી ન શકે. પુતિને કહ્યું કે તેઓ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે મધ્યસ્થી કરવા તૈયાર છે. બંને દેશો રશિયાના મિત્ર છે. તેમની વચ્ચે કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ.
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાને ખાદ્ય પુરવઠા માટે રશિયા પાસેથી મદદ માંગી છે. અફઘાનિસ્તાને ઈરાન તરફથી પુરવઠામાં વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાન કેટલીક ખાદ્ય ચીજોની આયાત માટે રશિયા સાથે વાટાઘાટો કરી રહ્યું છે અફઘાનિસ્તાને રશિયાને ઘઉંનો પુરવઠો પૂરો પાડવા કહ્યું છે .