તાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમ
ભારત પણ ટૂંક સમયમાં અનુસરણ કરે તેવી શકયતા
રશિયા તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર મોસ્કોએ તાલિબાનને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી દૂર કરી દીધું છે. આ સાથે એક નવા યુગની શરૂૂઆત થઈ છે. સોવિયેત યુનિયન દરમિયાન અફઘાનિસ્તાન એક વમળમાં ફસાઈ ગયું હતું. તે રશિયા અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધનો અડ્ડો બની ગયું હતુ.
પછી સોવિયેત યુનિયને ત્યાં પોતાની સેના મોકલી. આનો સામનો કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનની મદદથી મુજાહિદ્દીન તૈયાર કર્યા. જ્યારે રશિયન સેના ત્યાંથી પાછી હટી ગઈ, ત્યારે અફઘાનિસ્તાનને તેના પરિણામોનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ ટ્રેડ ટાવર પર આતંકવાદી હુમલા પછી અમેરિકા અફઘાનિસ્તાનમાં પાછું ફર્યું. તાલિબાન હારી ગયું પણ અમેરિકા જીતી શક્યું નહીં અને 2020માં તેણે સેના પરત બોલાવી અને તે જ દિવસે તાલિબાને કાબૂલ પર કબજો કરી લીધો હતો.
હવે પુતિનના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. રશિયા સાથે ભારતની મિત્રતા જાણીતી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન તાલિબાને પણ પાકિસ્તાનના દાવાઓ પર ભારતને ટેકો આપ્યો હતો. વિક્રમ મિસરી તાલિબાનના વિદેશ મંત્રીને પણ મળ્યા છે. પુતિનના નિર્ણય પછી ભારત પણ તાલિબાનને માન્યતા આપી શકે છે.