રશિયાને યુદ્ધ મોંઘું પડ્યું ! 30 જેટલી એરલાઈન્સની દેવાળું ફૂંકવાની તૈયારી
આંતરરાષ્ટ્રીય મુસાફરો ઘટતા પાયલોટને ચૂકવવાના પગારના પણ ફાંફા
યુક્રેન યુદ્ધને લગભગ 3 વર્ષ થવા આવ્યાં છે. બંને દેશો એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધ લાંબુ ખેંચવા માટે પુતિન ઉપર આક્ષેપો મુકાય છે. તેવામાં રશિયાનો વિમાન ઉદ્યોગ એક તાજા સંકટમાં ફસાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દૈનિક ઇઝવેષ્ટિયામાં કહેવામાં આવ્યું છે કે રશિયાની 30 એરલાઈન્સ કંપનીઓ દેવાળુ ફૂંકવાની કગારે પહોંચી ગઈ છે. આ 30 કંપનીઓ દેશના 25 ટકા યાત્રીઓને લઇ જાય છે. પરંતુ વિત્તીય બોજાને લીધે 2025માં તે દેવાળું ફૂંકે તેમ છે.
આ કંપનીઓ પૈકી મોટા ભાગની કંપનીઓએ તો વિદેશોમાંથી વિમાનો ભાડા પટ્ટે લીધેલાં છે.
યુક્રેન યુદ્ધ શરૂૂ થતાં પશ્ચિમના દેશોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો મુક્યા છે. તેથી રશિયાને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. આ 25 પૈકી મોટા ભાગની કંપનીઓએ હવે ભાડા પટ્ટે વિમાનો લેવાનું બંધ કરવું પડયું છે. પુતિને તે કંપનીઓ માટે દેવાં માફીની કશીક યોજના બનાવી છે. પરંતુ તે કંપનીઓ ઉપર ટેક્ષનો બોજ ઘણો વધી ગયો છે. આ કંપનીઓ ઉપર 25 ટકા ટેક્ષ લાગે છે. મૂળ તો 28 ટકા હતો. જે ઘટાડવો પડયો છે.
એ-320 વિમાનોની સંભાળ માટે માસિક 80 હજારથી 1 લાખ 20 હજાર ડોલરનો ખર્ચ થાય છે. આથી ઘણી આંતરિક વિમાન સેવા રદ્દ કરવી પડી છે. પાયલોટને પગાર આપવાનાં ફાંફાં છે તેથી તેઓ નોકરી છોડી રહ્યા છે. તેથી વિમાનોના પરિચાલનમાં મુશ્કેલી થાય છે. સ્ટાફની ઘટને લીધે, શેરેમેત્યેવો ઇંટરનેશનલ એરપોર્ટ પરની 68 ઉડાનો રદ કરવી પડી છે.
આ સંકટમાંથી બહાર નીકળવા રશિયા નાના નાના પાડોશી દેશો પાસેથી મદદ માગે છે તે કાજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત કેટલાયે મધ્ય એશિયાઈ નાના દેશો પાસેથી મદદ માગે છે. જેથી આંતરિક ઉડ્ડયનો ચાલતાં રહી શકે. રશિયાના પરિવહન મંત્રીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.