For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રશિયાએ ભારતને આપ્યો દગો! પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિન

02:47 PM Oct 02, 2025 IST | Bhumika
રશિયાએ ભારતને આપ્યો દગો  પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિન

Advertisement

એક તરફ રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, તે પાકિસ્તાન સાથે પણ હાથ મિલાવી રહ્યું છે. રશિયાએ પાકિસ્તાનને RD-93MA એન્જિન સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને તેના JF-17 ફાઇટર જેટ માટે ચોક્કસ એન્જિનની જરૂર છે. ચીન આ ફાઇટર જેટનું ઉત્પાદન કરે છે, પરંતુ તે એન્જિન માટે રશિયા પર નિર્ભર છે. ભારતે રશિયાને વિનંતી કરી હતી કે તે પાકિસ્તાનને JF-17 ફાઇટર જેટમાં વપરાતા ચોક્કસ એન્જિન પૂરા ન પાડે, પરંતુ રશિયાએ ઇનકાર કર્યો.

Advertisement

ભારતે લાંબા સમયથી રશિયાને અપીલ કરી હતી કે તે પાકિસ્તાનને એન્જિન ન વેચે, કારણ કે તે પાકિસ્તાની વાયુસેનાની તાકાત અને આધુનિકીકરણ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરે છે. જોકે, મોસ્કોએ ભારતને અવગણ્યા અને એન્જિન સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય લીધો. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ બાદ ભારતે રશિયાને એન્જિન સપ્લાય બંધ કરવા પણ અપીલ કરી હતી.

JF-17 એ 4.5-જનરેશનનું ફાઇટર જેટ છે જે પાકિસ્તાન ચીનની મદદથી સ્વદેશી રીતે બને છે. આ ફાઈટર જેટના પ્રારંભિક પ્રકારો, બ્લોક I અને બ્લોક II, ઘણીવાર ઓછી કિંમતના, મધ્યમ-અંતરના ફાઈટર તરીકે વર્ણવવામાં આવતા હતા, પરંતુ બ્લોક III એક અદ્યતન ફાઈટર જેટ છે. આ પ્રકારમાં AESA રડાર, હેલ્મેટ-માઉન્ટેડ ડિસ્પ્લે, અદ્યતન ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને ચીની બનાવટના PL-15 લાંબા અંતરની મિસાઈલો છે. પાકિસ્તાનનો દાવો છે કે JF-17 ફાઈટર જેટમાં રાફેલ અને સુખોઈ-30MKI જેવી જ ક્ષમતાઓ છે. જો કે,નિષ્ણાતો આ દાવાને નકારી કાઢે છે. તેમ છતાં, જેમ સુખોઈ-30MKI ભારતીય વાયુસેનાનો આધારસ્તંભ છે. તેવી જ રીતે JF-17 પાકિસ્તાની વાયુસેનાનો આધારસ્તંભ છે. પાકિસ્તાની સેના પાસે JF-17 ફાઈટર જેટનો સૌથી મોટો કાફલો છે.

ચીન સાથે ભારતના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ ચીનનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે ચીને પાકિસ્તાનને નોંધપાત્ર સહાય પૂરી પાડી હતી. પાકિસ્તાની સૈન્ય તેના મોટાભાગના શસ્ત્રો અને વિમાનો માટે ચીન પર આધાર રાખે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement