મોદીની મુલાકાત પૂર્વે યુક્રેનમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ઉપર રશિયાનો હુમલો, 29નાં મોત
ભારતના વડા પ્રધાન મોદીની રશિયાની મુલાકાત પૂર્વે જ યુક્રેનમાં બારૂૂદી તોફાન આવ્યું છે. પુતિનનો પ્રતિશોધ વધુ તિવ્ર બન્યો છે. આવું અમે એટલા માટે કહીં રહ્યા છીએ કારણ કે, યુક્રેન પર રશિયાનો વિધ્વંસક હુમલો થયો છે.સોમવારે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી હતી.
ડઝનેક મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા. રશિયન સૈન્યએ કિવમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. જેના કારણે હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. કાટમાળ નીચે હજુ પણ અનેક મૃતદેહો દટાયેલા હોવાના સમાચાર છે.સોમવારે યુક્રેનની રાજધાની કિવ પર રશિયન મિસાઇલ હુમલો કર્યો હતો. રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં બાળકોની હોસ્પિટલ, ઓક્માટડિટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ પર હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો કર્યો અને અન્ય સ્થળોએ પણ ભારે બોમ્બમારો કર્યો. ડઝનબંધ સ્વયંસેવકો, ડોકટરો અને બચાવ કાર્યકરો દિવસના બોમ્બ વિસ્ફોટ પછી બચી ગયેલા લોકોની શોધમાં ઓખામાડાઇટ પીડિયાટ્રિક હોસ્પિટલના એક વિભાગના કાટમાળમાંથી ખોદકામ કરી રહ્યા છે. રશિયન દળોએ મધ્ય યુક્રેનના અન્ય શહેર કિર્વી રિહ પર પણ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ વિવિધ પ્રકારની 40 થી વધુ મિસાઈલો વડે 5 શહેરોને નિશાન બનાવ્યા છે. રશિયાએ સોમવારે યુક્રેનના શહેરો પર ડઝનેક મિસાઇલો છોડી હતી, જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા,