USને જવાબ આપવા રશિયાનો પણ પરમાણુ પરીક્ષણનો પ્રસ્તાવ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઇકાલે પોતાના ટોચના અધિકારીઓેને પરમાણું હથિયારોના સંભવિત પરીક્ષણ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત અઠવાડિયે કરવામાં આવેલા પરમાણું પરીક્ષણને ફરી શરૂૂ કરવાના નિવેદન બાદ આ પગલું લીધું છે. રશિયાએ 1991માં સોવિયત યુનિયનના પતન બાદથી પરમાણુ પરિક્ષણ નથી કર્યું.
રશિયન સશસ્ત્ર દળના વડાએ કહ્યું કે, રશિયાએ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. પરમાણુ પરીક્ષણ માટેનો સંભવિત આદેશ સૂચવે છે કે વિશ્વના બે સૌથી મોટા પરમાણુ સશસ્ત્ર દેશો એક એવા પગલાંની નજીક જઈ રહ્યા છે જે ભૂ-રાજકીય તણાવને તીવ્ર બનાવી શકે છે. ટ્રમ્પનો અર્થ ભૂગર્ભ વિસ્ફોટક પરીક્ષણ હતો કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. 1991માં સોવિયત યુનિયનના પતન પછી રશિયાએ પરમાણુ પરીક્ષણ કર્યું નથી.
રશિયન પ્રમુખ પુતિનનો આ આદેશ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના જવાબમાં આવ્યો છે, જ્યાં ટ્રમ્પે છેલ્લાં અઠવાડિયે અચાનક પરમાણુ પરીક્ષણ શરૂૂ કરવા વિશે જાહેરાત કરી હતી. પુતિને તેમના ટોચના અધિકારીઓને રશિયન પ્રતિક્રિયાનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો. આ પગલું આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. બંને દેશો વચ્ચે વધતા તણાવ વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બની શકે છે.
