ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઈઝરાયલ ઉપર રોકેટ ઝીંકાતા ભારતના 4.26 લાખ કરોડ સ્વાહા

11:07 AM Aug 02, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

યુધ્ધ ફાટી નીકળવાના ફફડાટથી શેરબજાર ગગડ્યું, સેન્સેક્સમાં 872 અને નિફ્ટીમાં 287 પોઈન્ટનો કડાકો

ઈઝરાયલે હમાસ હિઝબુલ્લાના ટોચના ત્રણ નેતાઓને ઠાર કર્યા બાદ ગત રાત્રે ઈરાને પણ ઈઝરાયલ ઉપર ડઝનેક રોકેટથી હુમલો ચાલુ કરી દીધાના સમાચાર મળતા જ વિશ્ર્વભરના શેર માર્કેટોમાં કડાકો બોલી ગયો છે. જેની અસર આજે સેન્સેક્સ પર પડતા સેન્સેક્સમાં 850થી વધુ અને નિફ્ટીમાં 250થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. આ કડાકામાં ભારતીય શેરબજારમાં રોકાણકારોનાં 4.26 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

એક દિવસ અગાઉ નવો ઈતિહાસ રચ્યા બાદ શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્પષ્ટ અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. ગઈકાલે 82 હજારની સપાટી પાર કર્યા બાદ સેન્સેક્સ 81,867 પર બંધ થયો હતો. આજે સવારે 700થી વધુ પોઈન્ટ તુટીને સેન્સેક્સ 81,158 પોઈન્ટ પર ખુલ્યોે હતો. બાદમાં વધુ ઘટાડો થતાં ગઈકાલના બંધથી આજે સેન્સેક્સમાં 872 પોઈન્ટનો કડાકો નોંધાતા સેન્સેક્સ 80995ના તળિયે સરકી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં ગઈકાલે 25 હજારની સપાટી કુદાવ્યા બાદ આજે નિફ્ટી 250 પોઈન્ટ જેટલી ઘટીને 24,789 પર ખુલી હતી. સવારના પહેલા સેશનમાં જ નિફ્ટીમાં 287 પોઈન્ટનો કડાકો નોંધાતા 24,723ના બોટમ સુધી પહોંચી ગઈ હતી.

બજાર ખુલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર લગભગ 215 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નજીક આવી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાનાં સંકેત દેખાઈ રહ્યાં હતાં. ઇજઊ સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,160 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ઘટીને 24,790 પોઈન્ટની નીચે ગયો હતો. હિઝબુલ્લાહના ઇઝરાયલ પર હુમલાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.26 લાખ રૂૂપિયા ઘટી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિમાં માર્કેટ ખુલતા જ 4.26 લાખ કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો છે. આ પહેલા ગુરુવારે નવા મહિનાના પહેલા દિવસે સ્થાનિક બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં સેન્સેક્સ પ્રથમ વખત 82 હજાર પોઈન્ટની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો અને 82,129.49 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો.

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 126.20 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 81,867.55 પોઈન્ટ પર હતો. ગુરુવારે નિફ્ટીએ ઈતિહાસમાં પ્રથમ વખત 25 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી અને 25,078.30 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. ટ્રેડિંગના અંતે ગજઊનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 59.75 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 25,010.90 પોઈન્ટ પર બંધ થયો હતો.

Tags :
IsraelIsrael newsNiftySensexstock marketworld
Advertisement
Advertisement