રોહિત શેટ્ટીના ખતરો કે ખિલાડી-14નું શૂટિંગ આફ્રિકામાં નહીં જ્યોર્જિયામાં થશે
- અભિષેક કુમાર, ઈશા માલવિયા, મુનાવર ફારૂકી, મન્નારા ચોપરા સહિતના નામો ચર્ચામાં
કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની સીઝન 14ની તૈયારીઓ પૂરજોશમાં શરૂૂ થઈ ગઈ છે. ખતરોં કે ખિલાડીની મોટાભાગની સિઝન સાઉથ આફ્રિકામાં ફિલ્માવવામાં આવી છે. પરંતુ શોનું શૂટિંગ બ્રાઝિલ (સીઝન 3), આર્જેન્ટિના (સીઝન 7 અને 9), બલ્ગેરિયા (સીઝન 10) અને સ્પેન (સીઝન 8) માં પણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પ્રાણીઓના સ્ટંટને લઈને સાઉથ આફ્રિકામાં જે સ્વતંત્રતા આપવામાં આવે છે તે અન્ય દેશોમાં મળતી નથી અને આ જ કારણ છે કે નિર્માતાઓ નખતરો કે ખિલાડીથ માટે સાઉથ આફ્રિકાને પ્રાથમિકતા આપે છે. પરંતુ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રોહિત શેટ્ટીનો આ રિયાલિટી શો આ વર્ષે સાઉથ આફ્રિકામાં શૂટ કરવામાં આવશે નહીં.
હાલમાં રોહિત શેટ્ટી અને તેની સ્ટંટ ટીમ રેકીમાં વ્યસ્ત છે. આ ટીમે હાલમાં આર્જેન્ટિના, જ્યોર્જિયા અને થાઈલેન્ડનો પ્રવાસ કર્યો છે. પરંતુ આર્જેન્ટિનામાં દરરોજ ત્રણ વખત બદલાતું હવામાન શૂટિંગ માટે પડકારરૂૂપ બની શકે છે અને થાઈલેન્ડમાં ઈચ્છિત સ્ટંટ કરવા મુશ્કેલ બનશે. અને આ કારણે રોહિત શેટ્ટીની ટીમ આ વખતે શોનું શૂટિંગ જ્યોર્જિયામાં કરવા માંગે છે. જેથી તેમને મુશ્કેલ સ્ટંટ કરવા માટે યોગ્ય સુરક્ષા અને સુવિધા મળી શકે.
તાજેતરમાં જ જિયા શંકર અને આકાંક્ષા પુરીને ખતરો કે ખિલાડી 14માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ બે સિવાય બિગ બોસ 17માંથી અભિષેક કુમાર, ઈશા માલવિયા, મુનાવર ફારૂૂકી, મન્નારા ચોપરા અને નીલ ભટ્ટ. અભિષેક મલ્હાન અને મનીષા રાની ઉપરાંત, અંકિત ગુપ્તા, શોએબ ઈબ્રાહિમ, પ્રિયંકા ચહર ચૌધરી અને વિવેક દહિયાને પણ શોમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.