For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.માં ફરી ખાનનો ઉદય, નવાઝનો સફાયો

11:25 AM Feb 09, 2024 IST | Bhumika
પાક માં ફરી ખાનનો ઉદય  નવાઝનો સફાયો

જેલમાં બંધ ઇમરાનખાનના 125 ઉમેદવારો જીતના માર્ગે, નવાઝ શરીફની પાર્ટી 44 બેઠકો ઉપર આગળ

Advertisement

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગઇકાલે યોજાયેલ સંસદની ચુંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો આવી રહ્યા છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન સમર્થિત ઉમેદવારો બહુમતી તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાછળ ધકેલાઇ ગઇ છે. જો કે ઇમરાન ખાનની પાર્ટીના ઉમેદવારો અચાનક જ હારવા લાગતા ચુંટણી પંચ પરિણામોમાં ગેર રીતી કરી રહ્યાનો ઇમરાનખાનની પીટીઆઇ પાર્ટીના નેતાઓએ આપેક્ષ કર્યો હતો. મતગણતી પૂર્ણ થયા બાદ તોફાનો ફાટી નીકળવાની તેમજ મતગણતરીમાં ગરબડ સર્જાવાની શકયતા છે.

પાકિસ્તાનની કુલ 265 બેઠકોમાંથી ઈમરાન ખાનની પીટીઆઈ 125 બેઠકો પર આગળ છે, જયારે નવાઝ શરીફની પાર્ટી 44 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે બિલાવલ ભુટ્ટોની પાર્ટી ત્રીજા સ્થાને ચાલી રહી છે. નવાઝ શરીફ પોતે લાહોર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

Advertisement

પાકિસ્તાનમાં ગઇકાલે સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ બરાબર મતગણતરી શરૂૂ થઈ ગઈ છે. ભારતના પડોશી દેશોમાં એક જ દિવસે મતદાન અને મતગણતરી કરવાનો રિવાજ છે. મતદાન દરમિયાન અનેક મતદાન મથકો પર ભારે મતદાન જોવા મળ્યું હતું. ઘણી જગ્યાએ સવારે 8 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી મતદાન શરૂૂ થઈ શક્યું ન હતું. લોકોની ફરિયાદ પર ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ પાકિસ્તાન ચૂંટણી પંચને મતદાનનો સમયગાળો વધારવાની માંગ કરી હતી, પરંતુ પંચે આ માંગને ફગાવી દીધી હતી.

આ સિવાય મતદાન દરમિયાન દેશભરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ જવાથી રાજકીય પક્ષો પરેશાન છે અને મતદાન પ્રક્રિયાની પારદર્શિતા પર શંકા પેદા કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાએ તેમને ટાંકીને કહ્યું છે કે પક્ષોને આશંકા છે કે ચૂંટણી માત્ર એક બહાનું છે અને માત્ર સેનાના કઠોર જ જીતશે. પાક મીડિયાના અહેવાલો અનુસાર સેનાનું સંપૂર્ણ સમર્થન નવાઝ શરીફની સાથે છે. તેથી તેની જીતની તમામ શક્યતાઓ છે.

નવાઝ શરીફને ઝટકો, બન્ને બેઠકો પર પાછળ: શરબાઝ શરીફ જીત્યા

પાકિસ્તાનમાં ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષનું પરિણામ અપેક્ષા કરતા નબળુ રહ્યું છે. ખુદ નવાઝ શરીફ બે બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે. જયારે તેમના ભાઇ અને પૂર્વ પીએમ શરબાઝ શરીફ લાહોરની સીટ પર 63953 મતથી વિજયી બન્યા છે.અગાઉ તેમણે મતદાન બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનીે મુસ્લિમ લીગ વિજયી બનશે. સંસદમાં બહુમતી ન મળે તો ગઠબંધનની શકયતા પણ તેમણે ફગાવી દીધી હતી.ઉલ્લેખનીય છે કે નવાઝ શરીઝ ચુંટણી પહેલા સ્વદેશ પરત ફર્યા હતા. જો કે હવે એવી અટકળો છે કે પરાજય થાય તો તેઓ ફરી પાછા વિદેશ ચાલ્યા જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement