વિશ્ર્વ માટે રાહતના સમાચાર: ઇઝરાયલ-હમાસ વચ્ચે શરતી યુધ્ધવિરામ જાહેર
હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે તૈયાર કરાયેલા કરારની શરતોનો સ્વીકાર કર્યો છે. આ સમજૂતીમાં મધ્યસ્થી કરી રહેલા કતારે કહ્યું કે ઈંતફિયહ અને હમાસ યુદ્ધવિરામની નજીક છે. તેની જાહેરાત બહુ જલ્દી થઈ શકે છે. એસોસિએટેડ પ્રેસે ડ્રાફ્ટની એક નકલ મેળવી હતી. જેની અધિકૃતતા હમાસના અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.
જો કે ઈંતફિયહના એક અધિકારીએ જણાવ્યું હતું કે કરાર પર વાટાઘાટોમાં પ્રગતિ થઈ છે પરંતુ વિગતોને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે. આ યોજનાને અંતિમ મંજૂરી માટે ઇઝરાયેલી કેબિનેટને સબમિટ કરવાની જરૂૂર પડશે. યુએસ, ઇજિપ્ત અને કતારે ગયા વર્ષે ગાઝા પટ્ટીમાં યુદ્ધ સમાપ્ત કરવા અને બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ પુષ્ટિ કરી છે કે ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસની કેદમાંથી ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવા માટે ચાલી રહેલી વાતચીત સફળતાના આરે છે.
જો બાઇડેને કહ્યું, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ખૂબ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યું છે. અમે મહિનાઓ પહેલા રજૂ કરેલી દરખાસ્તની આરે છીએ. મેં ઘણા વર્ષોની જાહેર સેવામાંથી શીખ્યા છે કે વ્યક્તિએ ક્યારેય હાર ન માનવી જોઈએ. મેં ગઈ કાલે ઈઝરાયેલના વડા પ્રધાન સાથે વાત કરી હતી. મેં આજે કતારના અમીર સાથે પણ વાત કરી છે. હું ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરવાનો છું.
પશ્ચિમી મીડિયાના અહેવાલો અનુસાર બંને પક્ષો સંમત થયા છે કે કરારના પ્રથમ દિવસે હમાસ ત્રણ બંધકોને મુક્ત કરશે ત્યારબાદ ઇઝરાયેલ વસ્તીવાળા વિસ્તારોમાંથી તેના સૈનિકોને હટાવવાનું શરૂૂ કરશે. સાત દિવસ પછી હમાસ અન્ય ચાર બંધકોને મુક્ત કરશે અને ઇઝરાયેલ દક્ષિણ વિસ્તારોમાંથી વિસ્થાપિત લોકોને ઉત્તર તરફ પાછા ફરવા દેશે.