For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલના મૌન વચ્ચે રવિવારથી હમાસ સાથે યુધ્ધવિરામના અમલની કતારની જાહેરાત

11:30 AM Jan 16, 2025 IST | Bhumika
ઇઝરાયલના મૌન વચ્ચે રવિવારથી હમાસ સાથે યુધ્ધવિરામના અમલની કતારની જાહેરાત

ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેશ-વિદેશના મીડિયા અહેવાલ અનુસાર ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ ગઈ છે. જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. એક સમાચાર એજન્સીના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી થઈ ગઈ છે. આ બધાની વચ્ચે સમાચાર એજન્સી એએનઆઇના કહેવા પ્રમાણે ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામ ડીલ 19 જાન્યુઆરીથી અમલમાં આવે તેવી શક્યતા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી. આ કરારની અંતિમ વિગતો પર હાલમાં કામ ચાલી રહ્યું છે. નેતન્યાહૂનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને કતારના પીએમ દ્વારા કરારની જાહેરાતના થોડા કલાકો બાદ આવ્યું છે.

Advertisement

બંને દેશોના વડાઓએ ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા વિનાશક યુદ્ધને રોકવા અને ડઝનબંધ બંધકોને મુક્ત કરવા અંગે નિવેદનો આપ્યા હતા. કતારના વડા પ્રધાને કહ્યું કે, ગાઝામાં રવિવારે યુદ્ધવિરામ શરૂૂ થશે અને યુદ્ધવિરામના પ્રથમ તબક્કામાં 33 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે.

સમાચાર અહેવાલો જણાવે છે કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારમાં છ અઠવાડિયાના પ્રારંભિક યુદ્ધવિરામ તબક્કાની જોગવાઈ છે અને તેમાં ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની વ્યવસ્થિત ઉપાડ અને હમાસ દ્વારા ઇઝરાયલી બંધકોનું વિનિમય શામેલ હશે. જોકે યુદ્ધવિરામને લઈને હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
યુદ્ધવિરામ પહેલા માહિતી આવી હતી કે ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ પછી હાથમાં મોટા બેનર-પોસ્ટર અને ઇઝરાયલના ઝંડા લઈને ગુસ્સે થયેલા લોકોએ ઇઝરાયલની રાજધાની જેરૂૂસલેમની સડકો પર એક મોટી માર્ચ કાઢી હતી. લોકોએ હમાસને શેતાન ગણાવી સરકારને તેની સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન ન કરવાની માંગ કરી હતી. બીજી તરફ ઈઝરાયલના બીજા સૌથી મોટા શહેર તેલ અવીવમાં બંધકોના પરિવારો એક થયા છે અને સરકારને યુદ્ધવિરામ કરારને બહાલી આપવા અપીલ કરી છે. યુદ્ધવિરામના પ્રથમ તબક્કા દરમિયાન બીમાર અને ઘાયલ બંધકોની સાથે 33 બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને મુક્ત કરવામાં આવશે. આ મુક્તિના બદલામાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને પણ પાછા મોકલવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement