5 ડિસેમ્બરે ભારત આવશે પુતિન: સંરક્ષણ ક્ષેત્રે સોદાની સંભાવના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા-ભારત ફોરમનું પૂર્ણ સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રોસકોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવશે. પુતિન પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ અંગે ક્રેમલિને પણ માહિતી આપી હતી કે પુતિન ડિસેમ્બર મહિનામાં ભારત આવશે.
હવે રોસકોંગ્રેસે માહિતી આપી છે કે તેઓ 5 ડિસેમ્બરે ભારત આવશે. ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ સહયોગ પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન, હવાઈ સંરક્ષણ પ્રણાલી- S400 અને ફાઇટર એરક્રાફ્ટ Su-57ની ખરીદી પર પણ વાતચીત થઈ શકે છે. આ પહેલા તેઓ ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આવી સ્થિતિમાં, ભારત અને રશિયાના સંબંધોની દ્રષ્ટિએ પણ તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે અમેરિકા પણ ભારત પર રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ સમય દરમિયાન ફાઇટર જેટ સુખોઈ -57 માટેના સોદાને પણ અંતિમ સ્વરૂૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. ભારતીય વાયુસેના તેના કાફલામાં ફાઇટર એરક્રાફ્ટની સંખ્યા વધારવાનો પ્રયાસ કરશે.
ઇંઅક પાસે આ વિમાનના ઉત્પાદન માટે પહેલાથી જ જરૂૂરી માળખાગત સુવિધાઓ છે. આ ઉપરાંત, રશિયા આ વિમાનની ટેકનોલોજી અને સોર્સ કોડ ભારત સાથે શેર કરવા માટે પણ તૈયાર છે. તે પાકિસ્તાન સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી વાયુ સંરક્ષણ પ્રણાલી જ-400 ખરીદવા માટે પણ તૈયાર છે .