ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુતિન ફકત કાગળનો વાઘ, પરમાણુ હુમલાની ચેતવણી આપતા ટ્રમ્પ

06:27 PM Oct 01, 2025 IST | Bhumika
Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન નજીક ક્વોન્ટિકો મિલિટરી બેઝ ખાતે ટોચના લશ્કરી અધિકારીઓ સાથે અચાનક બેઠક યોજી હતી. આ બેઠકમાં સેંકડો જનરલો, એડમિરલો અને તેમના સલાહકારો હાજર રહ્યા હતા. ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકાની લશ્કરી શક્તિ અને વૈશ્વિક તૈયારીઓનું જોરદાર પ્રદર્શન કર્યું
રશિયાને સ્પષ્ટ ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે જો જરૂૂર પડે તો, અમારી પાસે સૌથી વધુ અને શ્રેષ્ઠ પરમાણુ શસ્ત્રો છે.

Advertisement

પરંતુ અમારું લક્ષ્ય ક્યારેય તેનો ઉપયોગ ન કરવાનો છે. તેમણે ખુલાસો કર્યો કે જ્યારે રશિયાએ પરમાણુ શસ્ત્રોની વાત કરી, ત્યારે અમેરિકાએ તેની સૌથી ખતરનાક પરમાણુ સબમરીન રશિયાને મોકલી. ટ્રમ્પના મતે, આ વિશ્વનું એક એવું શસ્ત્ર છે જેની કોઈ સરખામણી કરી શકતું નથી, અને યુએસ સબમરીન રશિયા અને ચીનથી 25 વર્ષ આગળ છે.

ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કાગળનો વાઘ કહ્યો અને તેમની વ્યૂહાત્મક ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે યુક્રેન યુદ્ધ માટે પુતિનની ટીકા કરતા કહ્યું, તમે ચાર વર્ષથી એક એવું યુદ્ધ લડી રહ્યા છો જે એક અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. શું તમે ફક્ત દેખાડો છો? ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમણે અલાસ્કામાં તેમની મુલાકાત દરમિયાન પુતિનને આ મુદ્દો સીધો જ આપ્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ પુતિનથી ખૂબ જ નિરાશ છે. મને લાગ્યું હતું કે તેઓ આ યુદ્ધ ઝડપથી સમાપ્ત કરી દેશે. તે એક અઠવાડિયામાં સમાપ્ત થઈ જવું જોઈતું હતું, પરંતુ હવે ચાર વર્ષ થઈ ગયા છે.

Tags :
AmericaAmerica newsPutinWorld News
Advertisement
Next Article
Advertisement