પુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણ
એક તરફ યુક્રેને રવિવારે રશિયા પર 100થી વધુ ડ્રોન છોડ્યા, તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનેNATOની સૌથી મહત્વપૂર્ણ સમિટમાં ઔપચારિક આમંત્રણ મળ્યું છે. જોકે, આ આમંત્રણ જેટલું સીધું દેખાય છે, તેની પાછળની રાજનીતિ એટલી જ જટિલ છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે ખૂંચવાવાળી પણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ફક્ત મેદાનમાં જ નહીં, પરંતુ દુનિયાના મંચો પર પણ લડાઈ રહ્યું છે.તાજેતરનો વળાંક એ છે કે એક તરફ યુક્રેને રવિવારે રશિયા પર 100થી વધુ ડ્રોન હુમલા કર્યા, તો બીજી તરફ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનેNATOની સૌથી મહત્વપૂર્ણ લીડર્સ સમિટમાં શામેલ થવા માટે ઔપચારિક આમંત્રણ મળી ગયું છે. આ સમિટ 24-25 જૂનના રોજ નેધરલેન્ડ્સના હેગ શહેરમાં યોજાવા જઈ રહી છે.
ઝેલેન્સકીએ આ આમંત્રણની જાહેરાત લિથુઆનિયાની રાજધાની વિલનિયસમાં એકNATO કાર્યક્રમ દરમિયાન કરી. અહીં તેમણે જણાવ્યું કેNATOના સેક્રેટરી જનરલ માર્ક રૂૂટ્ટેએ તેમને વ્યક્તિગત રીતે બોલાવ્યા છે. પરંતુ બીજી તરફ અમેરિકી મીડિયામાં ખબરો ચાલી રહી છે કે અમેરિકા ખુદ આ આમંત્રણથી થોડું પરેશાન છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકાને ડર છે કે ઝેલેન્સકીની હાજરી મીટિંગમાં અવરોધ લાવી શકે છે એટલે કે માહોલ બગડી શકે છે.
ગઅઝઘ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે યુક્રેનનીNATOમાં એન્ટ્રી અપરિવર્તનીય છે. આ જ વાત રશિયા માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. રશિયા ઘણીવાર કહી ચૂક્યું છે કે યુક્રેનનેNATOમાં શામેલ કરવાના પ્રયાસો જ આ યુદ્ધના સૌથી મોટા કારણોમાંથી એક છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઝેલેન્સકીને લઈને બહુ ઉત્સાહિત નથી.