For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ અદનાન કરાચીમાં ઠાર

04:07 PM Dec 06, 2023 IST | Sejal barot
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ અદનાન કરાચીમાં ઠાર

ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ માર્યો હતો. હંજલા 2016માં પમ્પોરમાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા.
એટલું જ નહીં, હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં ઇજઋના 2 જવાન શહીદ થયા હતા જ્યારે 13 ઇજઋ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ ગઈંઅ દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી. નવા ભરતી થયેલા આતંકવાદીઓ, ખાસ કરીને એવા આતંકવાદીઓ કે જેઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી હુમલા કરવાના હતા તેમને ગેરમાર્ગે દોરવા માટે હંજલાને પીઓકેના લશ્કર કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.
હંજલાના મોતને લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન લશ્કર ચીફ હાફિઝની ખૂબ નજીક હતો. 2-3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળીઓ ચલાવીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે અદનાનની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અદનાન અહેમદને તેના સેફ હાઉસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ગોળી માર્યા બાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેમનું અવસાન થયું. હાફિઝ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હંજલાએ તાજેતરમાં તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી શિફ્ટ કર્યું હતું.
એટલું જ નહીં તાજેતરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હતી. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. સ્ટેશન પર હુમલો કરનારા ચાર આતંકીઓને તે પાકિસ્તાન તરફથી સૂચના આપી રહ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement