પેલેસ્ટાઇનમાં નરસંહાર, ભૂખમરાના પગલે વડાપ્રધાનનું રાજીનામું
- હમાસે ફતહ પાર્ટી સાથે મળી નવી સરકાર રચવા બીડું ઉઠાવ્યું
ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે- રાજીનામું લેખિત રુપમાં 26 ફેબ્રુઆરીએ આપ્યું છે. તેણે રાજીનામાની પાછળનું કારણ ગાઝા શહેરમાં વધતી હિંસા અને યુદ્ધના કારણે ભુખમરીની સ્થિતિને જોતા આપ્યું છે.
શતયેહના રાજીનામા બાદ મુસ્લિમ દેશમાં ઉહાપોહ મચી ગયો છે. આ વચ્ચે હમાસે ફતહ પાર્ટીની સાથે મળીને નવી સરકારના ગઠનનું પ્લાનિંગ શરુ કરી દીધું છે. આગામી સપ્તાહે મોસ્કોમાં એક મીટિંગ થઈ શકે છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્ન્યાહૂએ જાહેરાત કરી છે કે ગાઝામાં હમાસના પૂર્ણ ખાતમા બાદ ઇઝરાયેલ નક્કી કરશે કે ગાઝાનું ભવિષ્ય શું હોવું જોઈએ?
પેલેસ્ટાઈન પ્રાધિકરણના અધ્યક્ષ મહમૂદ અબ્બાસને સોમવારે પોતાનું રાજીનામું સોંપીને શતયેહે કહ્યું- રાજીનામું આપવાનો નિર્ણય વેસ્ટ બેંક અને જેરુસલેમમાં અભૂતપૂર્વ હુમલા અને ગાઝા પટ્ટીમાં યુદ્ધ, નરસંહાર અને ભુખમરા પછી આવ્યું છે. તેમણે કહ્યું- હું જોઉં છું કે નવા પડકારો માટે નવી સરકારી અને રાજનીતિક વ્યવસથાની જરુરિયાત છે જે ગાઝામાં અને પેલેસ્ટાઈનમાં એકતા અને શાંતિ પર આધારિત જરુરિયાતોને પૂરી કરે.