લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું
કોલંબો ડોકયાર્ડમાં હિસ્સો ખરીદયો, નૌકાદળ માટે જહાજો બનાવવામાં મોટી સફળતા મળશે
ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા શિપયાર્ડ, કોલંબો ડોકયાર્ડ PLC (CDPLC) માં નિયંત્રણ હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ સોદો US 52.96 મિલિયન (લગભગ રૂૂ. 452 કરોડ)ની કિંમતનો છે. ભારતમાં સરકારી સંરક્ષણ શિપયાર્ડ કંપની દ્વારા આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંપાદન હશે અને તેના દ્વારા ભારતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક હાજરી મળશે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે શ્રીલંકા સહિત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની લશ્કરી અને આર્થિક ઘૂસણખોરી ભારત માટે ચિંતાનો વિષય છે.
માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતની સૌથી મોટી સંરક્ષણ શિપયાર્ડ કંપની છે. તેણે કોલંબો ડોકયાર્ડમાં ઓછામાં ઓછો 51% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંપાદન પ્રાથમિક મૂડી રોકાણ અને ગૌણ શેર ખરીદીના સંયોજન દ્વારા કરવામાં આવશે, જેમાં જાપાનની ઓનોમિચી ડોકયાર્ડ કંપની લિમિટેડ પાસેથી શેરની ખરીદીનો સમાવેશ થાય છે, જે હાલમાં CDPLC ની બહુમતી શેરધારક છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓ અને અન્ય સામાન્ય શરતોને આધીન છે, અને ચાર થી છ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
સોદો પૂર્ણ થયા પછી, કોલંબો ડોકયાર્ડ ભારતની MDLની પેટાકંપની બનશે. CDPLCમાં નિયંત્રણાત્મક હિસ્સાનું પ્રસ્તાવિત સંપાદન આપણા શિપયાર્ડને પ્રાદેશિક દરિયાઈ શક્તિ અને લાંબા ગાળે વૈશ્વિક શિપબિલ્ડિંગ કંપનીમાં રૂૂપાંતરિત કરવા માટેનો પપ્રવેશદ્વારથ છે, ખઉકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહને એક અખબારને જણાવ્યું હતું. કોલંબો બંદર પર ઈઉઙકઈ નું વ્યૂહાત્મક સ્થાન, તેની સાબિત ક્ષમતાઓ અને પ્રાદેશિક હાજરી MDLને દક્ષિણ એશિયામાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરશે.