રશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ: અમેરિકા-ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. રશિયાના કામચટકાના દરિયાકાંઠે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 7.7 હતી અને તે સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર નીચે હતો.આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
તે જ સમયે, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ ભૂકંપની તીવ્રતા 7.7 અને ઊંડાઈ 39.5 કિલોમીટર હોવાનું જણાવ્યું હતું. બંને એજન્સીઓએ તેને ઊંડા અને શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. ભૂકંપ પછી, પેસિફિક સુનામી ચેતવણી પ્રણાલીએ સંભવિત સુનામી ચેતવણી જારી કરી હતી અને કહ્યું હતું કે આ પ્રદેશમાં ખતરો હોઈ શકે છે.અમેરિકા-ચીને સુનામીની ચેતવણી જાહેર કરી છે.
અધિકારીઓ હાલ કોઈપણ સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી.
ભૂકંપ એ જ પ્રદેશમાં આવ્યો હતો જ્યાં જુલાઈમાં 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. આ દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે જાપાન, અમેરિકા અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામી ચેતવણી આપવામાં આવી હતી.