ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર, લોકોમાં ડરનો માહોલ
ફિલિપાઇન્સમાં આજે જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. ફિલિપાઇન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. આ ભૂકંપના પગલે તંત્ર દ્વારા સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ભૂકંપના કારણે લોકો ગભરાટ ફેલાયો છે.
ભૂકંપને કારણે ફિલિપાઇન્સના લોકોમાં ભયનો માહોલ છે. આજે મિંડાનાઓ પ્રદેશમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા. સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે, અને અધિકારીઓએ લોકોને સંભવિત આફ્ટરશોક્સ માટે સાવધ રહેવા ચેતવણી આપી છે.
અમેરિકન ભૂસ્તર સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યેને 43 મિનિટે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઓરિએન્ટલ પ્રાંતના સેન્ટિયાગો શહેરથી લગભગ 20 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. બીજી બાજુ ફિલિપાઈન્સમાં ભૂકંપ પર નજર રાખતી એજન્સીએ આ ભારે ભૂકંપને પગલે લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ફિલિપાઈન્સના તટીય શહેરોમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે ઊંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે.
સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચાઈ પર જવા અથવા અંદરના ભાગમાં જવાની સલાહ આપવામાં આવી છે. અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે, ફિવોલ્ક્સે ચેતવણી આપી હતી કે આગામી બે કલાકમાં મોજા એક મીટરથી વધુ ઉંચા થઈ શકે છે.