ફ્રાંસમાં રાજકીય સંકટ: 9 મહિનામાં સરકારનું પતન
ફ્રાન્સની સંસદે ગઇકાલે વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોની સરકારને માત્ર નવ મહિના કાર્યકાળ પછી જ નકારી કાઢી હતી. જેના કારણે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અનુગામી શોધવા માટે મથામણ કરી રહ્યા છે અને દેશ એક નવા રાજકીય સંકટમાં ડૂબી ગયો છે.
ફક્ત નવ મહિનાથી પદ પર રહેલા બાયરોએ તેમના કરકસર બજેટ પર લાંબા સમયથી ચાલી રહેલા મડાગાંઠનો અંત લાવવા માટે વિશ્વાસ મત બોલાવીને તેમના સાથીઓને પણ અચંબિત કરી દીધા હતા, જેમાં ફ્રાન્સના દેવાના ઢગ ઘટાડવા માટે લગભગ 44 અબજ યુરો (52 અબજ) ખર્ચ બચતની આગાહી કરવામાં આવી છે.
આધુનિક ફ્રાન્સના ઇતિહાસમાં અવિશ્વાસ મતને બદલે વિશ્વાસ મતમાં હાંકી કાઢવામાં આવેલા બાયરો મંગળવારે સવારે રાજીનામું આપશે, એમ તેમના નજીકના એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
નેશનલ એસેમ્બલીમાં મતદાનમાં, 364 ડેપ્યુટીઓએ મતદાન કર્યું હતું કે તેમને સરકારમાં અવિશ્વાસ છે જ્યારે ફક્ત 194 સભ્યોએ વિશ્વાસ આપ્યો હતો. બંધારણના અનુચ્છેદ 50 મુજબ, વડા પ્રધાને તેમની સરકારનું રાજીનામું સુપરત કરવું પડશે, સ્પીકર યાએલ બ્રૌન-પિવેટે જણાવ્યું હતું.