બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ ઉપર પોલીસનો હેલિકોપ્ટરથી હુમલો, અથડામણમાં 64નાં મોત
મૃતકોમાં ચાર પોલીસકર્મી પણ સામેલ, ઓપરેશન હજુ જારી, 81ની ધરપકડ
રિયો ડી જાનેરોમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે રિયો ડી જાનેરોમાં ડ્રગ હેરફેર કરતી ટોળકી સામે આશરે 2,500 પોલીસ અને સૈનિકોએ હેલિકોપ્ટથી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 81 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન પોલીસ અને ડ્રગ હેરફેર કરનારાઓ વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા હતા, જેમાં ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.સરકારનું કહેવું છે કે આ ઓપરેશન એક વર્ષથી વધુ સમયથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 2,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા.
પોલીસ અધિકારીઓ કહે છે કે ઓપરેશન ચાલુ રહેતાં જાનહાનિની સંખ્યા વધી શકે છે. ઈગગના અહેવાલ મુજબ, અધિકારીઓએ કામગીરી દરમિયાન ઓછામાં ઓછી 42 રાઈફલો પણ જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ કામગીરી દરમિયાન ઘણા ગેંગ-નિયંત્રિત વિસ્તારોને ઘેરી લીધા હતા અને પ્રવેશતા જ ગોળીબાર શરૂૂ થયો હતો. ગોળીબારમાં 64 લોકો માર્યા ગયા હતા.
આ ઘટના અંગે સરકારે કહ્યું કે ગેંગના સભ્યોએ બદલો લેવા માટે પોલીસને નિશાન બનાવવા માટે કથિત રીતે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પેન્હા કોમ્પ્લેક્સમાં પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા માટે ગુનેગારોએ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે રિયો ડી જાનેરોમાં ડ્રગ તસ્કરો પર પોલીસના દરોડાને ભયાનક ગણાવ્યો છે.