કેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસ
કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરેમાં આવેલી રેસ્ટોરાં કેપ્સ કેફે પર 10 જુલાઈએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સરે પોલીસ-સર્વિસે આ ઘટનાની તપાસ શરૂૂ કરી હતી અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના આતંકવાદી હરજિતસિંહ લડ્ડીએ સોશ્યલ મીડિયા પર આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી 20 જુલાઈએ કેફે ફરીથી શરૂૂ કરી દેવામાં આવી છે. આ કેફે ફરીથી ઓપન થતાં સ્થાનિક પોલીસ-અધિકારીઓએ કેપ્સ કેફેની મુલાકાત લઈને અને ત્યાં ભોજન કરીને એનું સમર્થન દર્શાવ્યું જે કપિલ અને તેની ટીમ માટે ઉત્સાહવર્ધક હતું. કપિલે સોમવારે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો જેમાં સરેના મેયર બ્રેન્ડા લોક અને સરે પોલીસ-સર્વિસના અધિકારીઓ કેફેમાં ભોજનનો આનંદ માણતા જોવા મળ્યા. કપિલે આ પોસ્ટમાં લખ્યું, મેયર બ્રેન્ડા લોક, સરે પોલીસ-સર્વિસ અને તમામ અધિકારીઓ જેમણે કેફેની મુલાકાત લઈને પોતાનો પ્રેમ અને સમર્થન દર્શાવ્યાં તેમનો આભાર. અમે હિંસા સામે એકજુટ થઈને ઊભા છીએ. અમે ખરેખર આભારી છીએ.