PM મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ’ અર્પણ
બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબુત કરનારને આપવામાં આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને બ્રાઝિલના રાજકીય , આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ બ્રાઝિલનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે જે સામાન્ય રીતે વિદેશી દેશોના અગ્રણી નેતાઓ અને રાષ્ટ્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે આપણા ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. આપણે આપણા સંરક્ષણ ઉદ્યોગોને જોડવાના આપણા પ્રયાસો ચાલુ રાખીશું. એઆઇ અને સુપર કોમ્પ્યુટરમાં આપણો સહયોગ વધી રહ્યો છે. આ સમાવિષ્ટ વિકાસ અને માનવ-કેન્દ્રિત નવીનતાની આપણી સમાન વિચારસરણીનો પુરાવો છે તેમણે કહ્યું કે બંને પક્ષો બ્રાઝિલમા ઞઙઈં અપનાવવા પર પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ડિજિટલ, જાહેર, માળખાગત સુવિધા અને અવકાશ જેવા ક્ષેત્રોમાં ભારતના સફળ અનુભવને બ્રાઝિલ સાથે શેર કરવામાં અમને આનંદ થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં અમારો સહયોગ દાયકાઓ જૂનો છે. હવે અમે કૃષિ સંશોધન અને ખાદ્ય પ્રક્રિયા પર પણ સાથે મળીને કામ કરીશું. અમે આરોગ્ય ક્ષેત્રમાં પણ અમારો પરસ્પર સહયોગ વધારી રહ્યા છીએ. અમે બ્રાઝિલમાં આયુર્વેદ અને પરંપરાગત દવાના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો.