ખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છે
સતત હાર બાદ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો છલકાયો
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે. ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપે બધાને ચોંકાવી દીધા હતા. આ એક એવું પરિણામ હતું જેની આશા કોઈએ કરી નહતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પર્થમાં મળેલી જીતે મનોબળ વધાર્યું. પરંતુ એડિલેડ અને મેલબર્નમાં મળેલી હારે ફરીથી ખેલાડીઓને હેરાન પરેશાન કર્યા છે.
સતત મળી રહેલી હારે ડ્રેસિંગ રૂૂમમાં માહોલ ખરાબ કર્યો છે. સીનિયર ખેલાડીઓ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. કેટલાક જૂનિયર ખેલાડીઓના બિનજવાબદાર વલણે ટીમ મેનેજમેન્ટને પરેશાન કર્યું છે. મેલબર્નમાં મળેલી હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો ફાટ્યો છે. તેમણે ડ્રેસિંગ રૂૂમમાં આખી ટીમને આડે હાથ લીધી. સીયિર્સ હોય કે જૂનિયર્સ કોઈને ગંભીરે છોડ્યા નહતા.
રિપોર્ટ મુજબ ગંભીર મેલબર્નમાં હાર બાદ ખુબ નારાજ હતા. તેમણે ખેલાડીઓને ટીમ મીટિંગમાં કહ્યું કે બહું થયું. જો કે ભારતીય કોચે કોઈનું નામ લીધુ નહીં. પરંતુ તેમના ભાષણનો સાર એ હતો કે ખેલાડી સ્થિતિ મુજબ રમવાની જગ્યાએ સ્વાભાવિક રમતના નામ પર પોતાની મનમાની કરી રહ્યા હતા. 9 જુલાઈના રોજ કોચનું પદ સંભાળનારા ગંભીરે જણાવ્યું કે કેવી રીતે તેમણે ટીમને છેલ્લા છ મહિનામાં પોતાની મરજીથી રમવા દીધી, પરંતુ હવે તેઓ પોતે નક્કી કરશે કે ટીમ કેવી રીતે રમશે.
ખેલાડીઓને નિયમોનું પાલન કરવાની ચેતવણી આપતા તેમણે કહ્યું કે આગળ જઈને જે લોકો તેમની પૂર્વ નિર્ધારિત ટીમ રણનીતિનું પાલન નહીં કરે તેમને ધન્યવાદ કરી દેવામાં આવશે. હાલની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ 1-2થી પાછળ છે અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફિકેશન મુશ્કેલ લાગી રહ્યું છે. આવામાં ગંભીરે પોતાની મર્યાદા નક્કી કરી દીધી છે અને હવે તેમનું ધૈર્ય જવાબ આપી ચૂક્યું છે.