અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોત
અમેરિકાના કેન્ટુકીમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી જ દુર્ઘટના બની હતી. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (4 નવેમ્બર) સાંજે 5 વાગ્યે ટેકઑફ કર્યા પછી તરત જ એક UPS કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે, જેમાં કેટલાક ગંભીર ઘાયલ થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક ચાર થઈ ગયો છે.આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ આપ્યો છે.
https://twitter.com/i/status/1985843927539191923
FAA એ અહેવાલ આપ્યો છે કે આ અકસ્માત સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. એરપોર્ટની દક્ષિણમાં ગાઢ ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી હતી. લુઇસવિલે આંતરરાષ્ટ્રીય હવાઇમથકે જાહેરાત કરી છે કે તેણે તમામ હવાઈ કામગીરી સ્થગિત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં એરપોર્ટ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે, જે અકસ્માતની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે.
પોલીસે એરપોર્ટની 8 કિમી ત્રિજ્યામાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે
વિમાનમાં 38,000 ગેલન જેટ ઇંધણ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં ઓછામાં ઓછું 38,000 ગેલન જેટ ઇંધણ હતું. ક્રેશ થતાં વિમાનમાં આગ લાગી હતી, અને તેનો ધુમાડો ઘણા કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર, યુપીએસ કાર્ગો પ્લેન લુઇસવિલે ઇન્ટરનેશનલ એરપોર્ટથી સ્થાનિક સમય મુજબ આશરે 5:15 વાગ્યે ઉડાન ભરતી વખતે ક્રેશ થયું અને વિસ્ફોટ થયો.