For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળના ડોક્ટર સહિત 6નાં મોત

11:01 AM Apr 15, 2025 IST | Bhumika
ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ   ભારતીય મૂળના ડોક્ટર સહિત 6નાં મોત

ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતીય મૂળના ડોક્ટર અને તેમના પરિવારનું મોત નીપજ્યું છે. મૃતકોમાં પંજાબમાં જન્મેલા ડો. જોય સૈની અને તેમના પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. આ વિમાન તેમના પતિ માઈકલ ગ્રોફ ઉડાડી રહ્યા હતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરિવાર ન્યૂયોર્કના વ્હાઇટ પ્લેન્સમાં વેસ્ટચેસ્ટર કાઉન્ટી એરપોર્ટ પર ગ્રોફના પ્રાઈવેટ પ્લેનમાં સવાર હતો.
આ નાનું ખાનગી વિમાન વેસ્ટચેસ્ટર કાઉન્ટી એરપોર્ટથી ઉડાન ભરીને કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું.

Advertisement

વિમાનમાં તેમની સાથે પુત્રી કરેના ગ્રોફ, પુત્ર જેરેડ ગ્રોફ, જેરેડના પાર્ટનર એલેક્સિયા કોયુટાસ ડુઆર્ટે અને કરેનાનો બોયફ્રેન્ડ જેમ્સ સેન્ટોરો હતા.

પરિવાર બર્થડે સેલિબ્રેશન અને પાસઓવરની હોલિડે માટે કેટસ્કિલ્સ જઈ રહ્યો હતો. અકસ્માત પહેલા પાયલટે વિમાનને લેન્ડ કરવાની પરવાનગી માંગી હતી પરંતુ થોડીવાર પછી વિમાન ક્રેશ થયું હતું. ડો. જોય સૈનીનો જન્મ પંજાબમાં થયો હતો. તેઓ માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતા. ડો. સૈની પેલ્વિક સર્જન હતા અને તેઓ મહિલાઓના સ્વાસ્થ્ય માટે કામ કરતા બોસ્ટન પેલ્વિક હેલ્થ એન્ડ વેલનેસના ફાઉન્ડર હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement