ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

VIDEO: અમેરિકામાં પ્લેન ક્રેશ: ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, 2ના મોત

10:32 AM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક નાનું વિમાન ક્રેશ થવાની એક ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માત ટેરન્ટ કાઉન્ટીના હિક્સ એરફિલ્ડ નજીક થયો હતો, જ્યાં વિમાન અનેક ટ્રકો સાથે અથડાયું હતું અને તેમાં આગ લાગી હતી. ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે (સ્થાનિક સમય) આ દુર્ઘટના થઈ હતી.

https://twitter.com/i/status/1977502201271693647

મળતી માહિતી અનુસાર, પ્લેન ક્રેશ થયા બાદ વિમાન નોર્થ સેગિનો બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં પાર્ક કરેલા અઢાર-વ્હીલર ટ્રકો અને ટ્રેલરો પર પડ્યું હતું. આ અથડામણના કારણે જોરદાર આગ લાગી ગઈ, અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા. આગની લપેટમાં નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવી ગયું હોવાના અહેવાલ છે.

અકસ્માતના વિડિયો ફૂટેજમાં વિમાન આકાશમાંથી ઝડપથી નીચે પડતું દેખાય છે. ટક્કર પછી એક જોરદાર વિસ્ફોટ થયો અને થોડીવારમાં કાળા ધુમાડા અને જ્વાળાઓ વિસ્તારમાં ફેલાઈ ગઈ. ફાયર ડિપાર્ટમેન્ટની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આગ ઓલવી નાખવામાં આવી છે, અને કૂલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ તાત્કાલિક ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ને કરવામાં આવી હતી. બંને એજન્સીઓ હવે ક્રેશના કારણની તપાસ કરશે. હજુ સુધી સ્પષ્ટ નથી કે કેટલા લોકો સવાર હતા અથવા વિમાન ક્યાંથી ઉડી રહ્યું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્રેશ થયેલું વિમાન સિરસ એસઆર-22 (Cirrus SR-22) હોવાનું માનવામાં આવે છે. હાલમાં એ વાતની સત્તાવાર માહિતી મળી નથી કે વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને ક્યાં જઈ રહ્યું હતું. જોકે, દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સદભાગ્યે, ગ્રાઉન્ડ પર (જમીન પર) અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નથી.

 

Tags :
AmericaAmerica newsdeathplane crashworldWorld News
Advertisement
Next Article
Advertisement