ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો

10:43 AM Dec 10, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કાર સાથે અથડાયું ત્યારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સોમવાર રાત્રે થયો હતો. ટેકનિકલ સમસ્યાનો સામનો કર્યા બાદ પાઇલટને હાઇવે પર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ ટ્રાફિકમાં ઉતરતી વખતે વિમાન ટોયોટા કાર સાથે અથડાયું.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ ફૉક્સ ન્યૂઝને જણાવ્યું કે એન્જિનમાં ખામી જણાતા, બેન્ચમાર્ક 55 વિમાન સાંજે લગભગ 5:45 વાગ્યે મેરિટ આઇલેન્ડના ઇન્ટરસ્ટેટ-95 પર કટોકટીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ક્રેશ લેન્ડિંગના સમયે તે એક ટોયોટા કૈમરી સાથે અથડાઈ ગયું.

આ વિમાન બીચક્રાફ્ટ 55 મોડેલનું હતું, જેમાં 27 વર્ષીય પાઇલટ અને તેના વૃદ્ધ સાથી સવાર હતા. બંનેને કોઈ ઈજા થઈ ન હતી. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ (FHP) અનુસાર, વિમાનના બંને એન્જિન અચાનક પાવર ગુમાવી દીધા હતા, જેના કારણે પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

https://x.com/RT_com/status/1998503602256843219?s=20

ટોયોટા કેમરી ચલાવતી 57 વર્ષીય મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાઇવે પર ભારે ટ્રાફિક દરમિયાન સોમવારે સાંજે 5:45 વાગ્યે આ અકસ્માત થયો હતો. ટક્કર બાદ, વિમાન હાઇવે પર અટકી ગયું હતું, જેના કારણે વિસ્તારમાં ગભરાટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માત બાદ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો અને સવારે 9 વાગ્યાની આસપાસ ફરી ખુલ્યો.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ગાડી જઈ રહી છે. આ દરમિયાન આકાશમાંથી એક નાનું ખાનગી પ્લેન ઝડપથી નીચે તરફ આવતું દેખાય છે. પાઇલટ વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે, પણ તેમ થઈ શકતું નથી. આ દરમિયાન કોઈ ચેતવણી વગર તે વ્યસ્ત હાઇવે પર તેને ઉતારવાનો પ્રયાસ કરે છે. જેવું વિમાન સડકને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, તે આગળ વધી રહેલી ટોયોટા સાથે અથડાઈ જાય છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ ક્ષણોમાં ગોળ ફરીને સડકના કિનારે જઈને અટકી ગઈ અને વિમાન આગળની તરફ જઈને પડ્યું.

Tags :
AmericaAmerica newsplaneplane crashPlane Crash videoworldWorld News
Advertisement
Next Article
Advertisement