For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન

11:25 AM May 31, 2025 IST | Bhumika
યુએનને ટક્કર આપવાનો પ્લાન  ચીને પાક  સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન

ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન (IOMED) ની સ્થાપના પર એક પરિષદ યોજાઈ હતી. તેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપના 85 દેશો તેમજ લગભગ 20 આંતરરાષ્ટ્રીય સંગઠનોના લગભગ 400 ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી 33 દેશોએ સ્થળ પર જ સંમેલન પર હસ્તાક્ષર કર્યા અને તેના સ્થાપક સભ્ય દેશો બન્યા. શુક્રવારે ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત એક નિવેદન અનુસાર ચીનના વિદેશ પ્રધાન વાંગે કહ્યું કે IOMED ની સ્થાપના આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ઇતિહાસમાં તેનું મહત્વપૂર્ણ મહત્વ છે. વાંગે કહ્યું કે તે ઞગ ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોને મૂર્ત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીના ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલા સંસ્થાકીય અંતરને ભરે છે.

Advertisement

અહેવાલ મુજબ, હસ્તાક્ષર સમારોહમાં ભાગ લેનારા દેશોમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, લાઓસ, કંબોડિયા અને સર્બિયાનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત 20 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહે તેવી અપેક્ષા હતી. કેટલાક વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે મધ્યસ્થતા જૂથ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનો પ્રભાવ વધારી શકે છે અને વૈશ્વિક શાસનમાં વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર માટે વધુ અડગ ભૂમિકાને પ્રોત્સાહન આપી શકે છે, જોકે રોઇટર્સના જણાવ્યા અનુસાર, તેની સફળતા હજુ સુધી જોવાની બાકી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement