For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેપાળમાં લોકશાહીથી પ્રજા કંટાળી, ફરી રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તા પર

11:03 AM Mar 08, 2025 IST | Bhumika
નેપાળમાં લોકશાહીથી પ્રજા કંટાળી  ફરી રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તા પર

પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રસિંહે પણ ફરી દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવાનો દાવો કર્યો

Advertisement

નેપાળમાં ફરી એકવાર રાજાશાહીની માંગ તેજ બની છે. રાજાશાહીનું સમર્થન કરતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (છઙઙ)એ કાઠમંડુમાં રેલી કાઢી. નેપાળનો રાષ્ટ્રધ્વજ લઈને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર સિંહે તાજેતરમાં દાવો કર્યો છે કે તેઓ ફરી એકવાર દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે. જો આપણે વડા પ્રધાન કેપી ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદુર દેઉબા વિશે વાત કરીએ તો, નેપાળ માટે ફરીથી રાજાશાહીમાં પાછા ફરવું શક્ય નથી. સીપીએ-માઓઈસ્ટ સેન્ટરના અધ્યક્ષ પુષ્પકમલ દહલ પ્રચંડે પણ કહ્યું છે કે જ્ઞાનેન્દ્રસિંહે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું, જો પૂર્વ રાજાને લાગે છે કે તેઓ ખૂબ પ્રખ્યાત છે તો તેઓ પોતાની પાર્ટી બનાવી શકે છે. જો જનતા તેમને તક આપે તો તેઓ ફરીથી દેશની સેવા કરી શકે છે.
આરપીપીના સમર્થકોનું કહેવું છે કે નેપાળની સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં લોકશાહીને હટાવીને ફરી એકવાર રાજાશાહી લાદવી જોઈએ. નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. રાજાશાહીના અંત પછી, કાઠમંડુના રોયલ પેલેસને મ્યુઝિયમમાં રૂૂપાંતરિત કરવામાં આવ્યો. ગુરુવારે જ્ઞાનેન્દ્ર સિંહે પોખરામાં પૂર્વ રાજા વીરેન્દ્ર સિંહની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં લોકોએ રાજાશાહીનું રાષ્ટ્રગીત પણ ગાયું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજાશાહીની માંગ કરનારાઓમાં મોટી સંખ્યામાં યુવાનો છે.

જ્યારે નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો, ત્યારે લોકોને લાગ્યું કે લોકશાહી દેશ અને લોકો બંનેને ઘણો લાભ લાવશે. જો કે હવે નેપાળના લોકો આ સિસ્ટમથી કંટાળી ગયા છે. જ્ઞાનેન્દ્ર સિંહની લોકપ્રિયતા ફરી એકવાર વધી રહી છે. નેપાળ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે લોકોનો મોહભંગ થયો છે. સાથે જ સરકારની વિદેશ નીતિ પણ અસરકારક રહી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement