પાયલ કાપડિયાની ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ચૂકી ગઇ
‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ બન્ને શ્રેણીમાંથી બહાર થતાં ભારતીય ચાહકોને આંચકો, ‘એમેલિયા પેરેઝ’નો ડંકો
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025ની જાહેરાત કરવામાં આવી છે. કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં બેવર્લી હિલ્ટન ખાતે 82મો ગોલ્ડ ગ્લોબ એવોર્ડ યોજાયો હતો, જ્યાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. એમિલિયા પેરેઝ સૌથી વધુ નામાંકન સાથે આગળ છે (કુલ 10), અન્ય નોમિનેશન્સમાં ધ બેર, શોગુન, વિકેડ અને ચેલેન્જર્સનો સમાવેશ થાય છે. ભારતની એકમાત્ર આશા પાયલ કાપડિયાની ઓલ વી ઈમેજીન એઝ લાઈટ એવોર્ડ જીતવાનું ચૂકી ગઈ છે. તેના બદલે, એમિલિયા પેરેઝ શ્રેષ્ઠ નોન-અંગ્રેજી ફિલ્મ કેટેગરીમાં ટ્રોફી જીતી છે. ઉલ્લેખનીય છ કે 1988માં રિચાર્ડ એટનબરોની ગાંધીએ આ એવોર્ડ જીત્યો હતો.
ભારતમાં પણ દરેકની નજર આ એવોર્ડ સમારોહ પર ટકેલી હતી, કારણ કે દિગ્દર્શક પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટને બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.
પરંતુ ભારતીય ચાહકોને આંચકો લાગ્યો છે. આ ફિલ્મ બંને શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. નોન-અંગ્રેજી કેટેગરીમાં, ફ્રેન્ચ મ્યુઝિકલ ક્રાઈમ કોમેડી મૂવી એમિલિયા પેરેઝે જીતી છે અને બ્રેડી કોર્બેટને શ્રેષ્ઠ નિર્દેશકનો ખિતાબ મળ્યો છે. ઓલ વી ઈમેજીન એઝ લાઈટ વર્ષ 2025 માટે ગોલ્ડન ગ્લોબ ટાઈટલ જીતવાનું ચૂકી ગઈ છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, જેમાં જેક ઓડિયાર્ડની પએમિલિયા પેરેઝથને આ એવોર્ડ મળ્યો છે. લોસ એન્જલસની બેવર્લી હિલ્ટન હોટેલમાં 82માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ વી ઈમેજીન એઝ લાઈટથ પહેલા અન્ય ફિલ્મો પણ આ એવોર્ડની રેસમાં ભાગ લઈ ચૂકી છે, જેમાં એસએસ રાજામૌલીની પઆરઆરઆરથનું નામ પણ સામેલ છે.
શ્રેષ્ઠ સહાયક મહિલા અભિનેત્રી ટેલિવિઝન-જેસિકા ગનિંગ, બેબી રેન્ડીયર
શ્રેષ્ઠ સહાયક પુરૂષ અભિનેતા ટેલિવિઝન - તાદાનોબુ આસાનો, શોગુન
શ્રેષ્ઠ પુરૂષ અભિનેતા ટેલિવિઝન - હિરોયુકી સનાદા, શોગુન
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ પુરૂષ અભિનેતા કિરાન કલ્કિન, અ રિયલ પેઈન
શ્રેષ્ઠ મહિલા અભિનેતા ટેલિવિઝન શ્રેણી - જીન સ્માર્ટ, હેક્સ
શ્રેષ્ઠ પુરૂષ અભિનેતા ટેલિવિઝન શ્રેણી - જેરેમી એલન વ્હાઇટ, ધ બેર
બેસ્ટ ફિમેલ એક્ટર સપોર્ટિંગ રોલ ફિલ્મ ઝો સલદાના, એમિલિયા પેરેઝ
શ્રેષ્ઠ સ્ટેન્ડઅપ કોમેડી ટેલિવિઝન - અલી વોંગ, અલી વોંગ: સિંગલ લેડી
શ્રેષ્ઠ પટકથા - પીટર સ્ટ્રોગન, કોન્ક્લેવ
સિનેમેટિક અને બોક્સ ઓફિસ સિદ્ધિ - દુષ્ટ
બેસ્ટ ઓરિજિનલ સોંગ: ફિલ્મ - અલ માલ, એમિલિયા પેરેઝ
શ્રેષ્ઠ મૂળ સ્કોર - ચેલેન્જર્સ
શ્રેષ્ઠ દિગ્દર્શક: ફિલ્મ - બ્રેડી કોર્બેટ, ધ બ્રુટાલિસ્ટ
શ્રેષ્ઠ ફિલ્મ એનિમેટેડ - ફ્લો
શ્રેષ્ઠ પુરૂષ અભિનેતા ફિલ્મ - સેબેસ્ટિયન સ્ટેન, અ ડિફરન્ટ મેન
શ્રેષ્ઠ મહિલા અભિનેતા ફિલ્મ - ડેમી મૂર, ધ સબસ્ટન્સ
શ્રેષ્ઠ મહિલા અભિનેતા ટેલિવિઝન લિમિટેડ સિરીઝ - ફોસ્ટર, ટ્રુ ડિટેક્ટીવ: નાઇટ ક્ધટ્રી
શ્રેષ્ઠ પુરૂષ અભિનેતા ટેલિવિઝન લિમિટેડ શ્રેણી - કોલિન ફેરેલ, ધ પેંગ્વિન
શ્રેષ્ઠ ફિલ્મ બિન-અંગ્રેજી ભાષા - એમિલિયા પેરેઝ