અમેરિકામાં પાટીદાર વૃધ્ધની પુત્રે હથોડીના ઘા ઝીંકી કરી હત્યા
ગુજરાતી પિતા-પુત્ર વચ્ચે વિવાદનો લોહિયાળ અંત
અમેરિકાના શિકાગોમાં વસવતા ગુજરાતી એનઆરઆઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે 28 વર્ષના દીકરાએ તેના પિતાની ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. ન્યાયાધીશે 28 વર્ષીય અભિજીત પટેલને કોર્ટ કાર્યવાહી સુધી અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટના રેકોર્ડ મુજબ, 29 નવેમ્બરના રોજ અભિજીત પટેલના નામના યુવકે તેના 67 વર્ષીય વૃદ્ધ પિતા અનુપમ પટેલની કથિત રીતે હથોડાથી માર મારીને હત્યા કરી હતી.
28 વર્ષીય અભિજીત પટેલ પર પોતાના પિતાની હત્યા કરવાનો આરોપ છે. તેને સોમવારે ટ્રાયલ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાઉથ સેલેમ ડ્રાઇવના 1100 બ્લોકમાં આવેલા એક નિવાસસ્થાને શનિવારે 67 વર્ષીય અનુપમ પટેલની હત્યાના કેસમાં અભિજીત પટેલ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ છે. જો તે દોષિત ઠરે તો તેને 20 થી 60 વર્ષની જેલની સજા થઈ શકે છે.
કુક કાઉન્ટીના પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, અનુપમ પટેલને માથામાં હથોડીથી ઓછામાં ઓછા બે ફટકા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું અને તેનું નાક તૂટી ગયું હતું. લાંબા સમયથી પિતાને પુત્ર અભિજિત પટેલ સાથે વિવાદ ચાલતો હતો. જેમાં અનુપમભાઈ પટેલની સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ પુત્રના વર્તન અંગે ફરિયાદ કરી હતી. જેના બાદ દીકરાએ પિતાની હત્યા કરી હતી.