For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિવાદ સાથે પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ, ફૂટબોલ મેચમાં પ્રેક્ષકોએ મચાવ્યું દંગલ

11:18 AM Jul 25, 2024 IST | admin
વિવાદ સાથે પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ  ફૂટબોલ મેચમાં પ્રેક્ષકોએ મચાવ્યું દંગલ

મેદાનમાં બોટલો અને કપના ઘા કરતાં એક કલાક રમત બંધ રહી

Advertisement

પેરિસ ઓલિમ્પિકની શરૂૂઆત વિવાદોથી ભરેલી રહી છે. ઓલિમ્પિક 2024ની ફૂટબોલ મેચો બુધવારથી શરૂૂ થઈ ગઈ છે. આ મહાકુંભની પ્રથમ મેચ આર્જેન્ટિના અને મોરોક્કોની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. પરંતુ આ રમતમાં દર્શકોએ તોફાન મચાવ્યું હતું. આ મેચમાં એક સમયે મોરોક્કોની ટીમ 2-1થી આગળ હતી. ત્યારબાદ આર્જેન્ટિનાએ બરાબરીનો ગોલ કર્યો હતો. આર્જેન્ટિના હજુ પણ ગોલ કરવાની ઉજવણી કરી રહી હતી ત્યારે દર્શકોએ તોફાન મચાવ્યું હતું. ગુસ્સે થયેલા દર્શકો પ્લાસ્ટિકની બોટલો અને કપ મેદાન પર ફેંકાવા લાગ્યા. ઘણા દર્શકો મેદાનમાં પણ ઘૂસી ગયા હતા. પરિસ્થિતિને સમજીને રેફરીએ ફૂટબોલની મેચ રોકાવી હતી અને તરત જ ખેલાડીઓને મેદાનની બહાર લઈ ગયા. આ પછી લગભગ એક કલાક સુધી રમત બંધ થઈ ગઈ હતી. જોકે આ મેચમાં મોરોક્કોએ 2-1થી જીત મેળવી હતી. પેરિસ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન 26 જુલાઈ, ગુરુવારે થવાનું છે. પરંતુ ઓલિમ્પિકની ફૂટબોલ મેચો બે દિવસ પહેલા જ શરૂૂ થઈ ગઈ છે.

ફૂટબોલ મેચોની શરૂૂઆત ગ્રુપ બીની મેચથી થઈ હતી, જેમાં આર્જેન્ટિના અને મોરોક્કો આમને-સામને હતા. આ મેચમાં નિર્ધારિત સમય બાદ વધારાના સમયની 15મી મિનિટ સુધી મોરોક્કો 2-1થી આગળ હતું. વધારાના સમયની 16મી મિનિટે આર્જેન્ટિનાએ ગોલ કર્યો અને સ્કોરબોર્ડ 2-2 થઇ ગયું હતું પરંતુ આ ગોલ બાદ જ વિવાદ સર્જાયો હતો.

Advertisement

મેદાનમાં જ્યાં મોરોક્કોના સમર્થકો વધુ દેખાતા હતા ત્યાં અવાજ વધવા લાગ્યો. દર્શકોએ અચાનક મેદાન પર પ્લાસ્ટિકની બોટલ અને કપ ફેંકવાનું શરૂૂ કરી દીધું. ઘણા દર્શકો મેદાનમાં ઘૂસી ગયા અને દોડવા લાગ્યા હતા. દર્શકોના હોબાળાને ધ્યાનમાં રાખીને રેફરીને મેચ રોકવી પડી હતી. તેણે તમામ ખેલાડીઓને તરત જ મેદાન છોડી જવા કહ્યું. આ પછી એક કલાક સુધી મેચ શરૂૂ થઈ શકી ન હતી.

આ પછી સ્ક્રીન પર એક મેસેજ દેખાયો. જેમાં કહેવામાં આવ્યું છે કે, પમેચ સ્થગિત કરવામાં આવી છે. કૃપા કરીને તમારા નજીકના ગેટથી બહાર નીકળો.થ જો કે, ઓલિમ્પિક વેબસાઇટે કહ્યું કે મેચની બાકીની ત્રણ મિનિટ દર્શકો વિના રમાશે. વેબસાઈટ અનુસાર, આર્જેન્ટિનાના બીજા ગોલને યોગ્ય માનવામાં આવ્યો ન હતો. ઓફ સાઇડના કારણે તેને નકારી કાઢવામાં આવ્યો હતો. એટલે કે મોરોક્કોએ મેચમાં 2-1થી જીત મેળવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement