For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.ની ફજેતી! 153 મુસાફરો હજુ બલોચની કેદમાં

11:19 AM Mar 13, 2025 IST | Bhumika
પાક ની ફજેતી  153 મુસાફરો હજુ બલોચની કેદમાં

Advertisement

ઝાફર એકસપ્રેસમાં બંધકોને છોડાવવા કરેલ આર્મી ઓપરેશન નિષ્ફળ: 63 સૈનિકો ઘાયલ થયાનો BLAનો દાવો

Advertisement

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરવા અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ, બલૂચ લિબરેશન આર્મી (BLA) તરફથી તાજેતરનું નિવેદન દર્શાવે છે કે 154 થી વધુ લોકોને તેમણે હજુ પણ બંધક બનાવી રાખ્યા છે.

બુધવારે રાત્રે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે તમામ બંધકોને બચાવી લેવામાં આવ્યા છે અને 33 BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં પાકિસ્તાની સેનાએ વાયુસેના, ફ્રન્ટિયર કોર્પ્સ (ઋઈ) અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (જજૠ)ના સહયોગથી બોલાનમાં ટ્રેન પર હુમલો કરનારા 33 આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જોકે આ ઘટનામાં 21 મુસાફરોના મોત થયાનો પણ દાવો કરાયો હતો.

પાકિસ્તાની વહીવટીતંત્રના નિવેદન પછી તરત જ બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે અમારા કબજામાં હજુ પણ 150 થી વધુ પાકિસ્તાની નાગરિકો છે. જેમને BLA દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. BLA એ જણાવ્યું હતું કે ટ્રેનમાં કુલ 426 મુસાફરો હતા, જેમાં 214 સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થતો હતો. ટ્રેન અપહરણના પહેલા કલાકમાં જ 212 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 પાકિસ્તાની સૈનિકો અને 60 બંધકો માર્યા ગયા છે.

બીએલએનો દાવો છે કે પાકિસ્તાને 16 વખત બંધકોને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં 63 પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. BLAનો દાવો છે કે તેમની પાસે હજુ પણ 154 થી વધુ પાકિસ્તાની નાગરિકો છે, જેમને તેમણે બંધક બનાવ્યા છે. BLAએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેના ત્રણ લડવૈયા પણ માર્યા ગયા. BLAએ પાકિસ્તાનની શાહબાઝ સરકારને ચેતવણી આપી હતી કે હાઇજેક થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને હવે પાકિસ્તાની સેના પાસે અમારી માંગણીઓ પૂર્ણ કરવા માટે ફક્ત 18 કલાક બાકી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement